Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઉપરવાસમાંથી પાણીની આવક થતા રાત્રે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી ૧૩૬.૭૯ એ પહોંચી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ચાલુ વરસાદની સિઝનમાં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે આજે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૬૩ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે
નર્મદા બંધ માં ઉપરવાસ માંથી ૧ લાખ ૯૪ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ૧૩૬.૭૯ મીટરે પોહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૬૩ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

(9:49 pm IST)