Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સાગબારાના રણબુડા ગામમાં જમીન પચાવી પાડવાના હેતુથી એકની હત્યા કરી હત્યારો ફરાર

જંગલ જમીન પચાવી પાડવા અવાર નવાર ઝગડો કરતા હત્યારા એ મૃતકના માથામાં લાકડીના સપાટા મારી ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રણબુડા ગામમાં જંગલ જમીન પચાવી પાડવા માટે એકની હત્યા થતા પોલીસે હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર રણબુડા ગામની કરૂણાબેન  રતિલાલ ભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના સસરા ઉતરીયાભાઈ દશરીયાભાઈ વસાવા નું ઘર રણબુડા ગામની નવીનગરીમાં આવેલ જંગલ જમીન માં આવ્યું છે આ જંગલ જમીન ગામના હેમંતભાઈ ઘનસિંગભાઈ વસાવાના ઘરના સભ્યો  પચાવવા માંગતા હોય અગાઉ પણ કરુણાબેનના સસરા સાથે વાડા બાબતે ઝગડો કર્યો હતો એ જંગલ જમીન બાબતે મનદુઃખ રાખી હેમંતભાઈ વસાવા એ મરનાર રતિલાલ વસાવાને માથામાં લાકડાનો સપાટો મારી ગંભીર ઈજા પહોચાડી તેમની હત્યા કરતા સાગબારા પોલીસે હત્યા નો ગુનો દાખલ કરી હત્યારા ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:19 pm IST)