Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વન વિભાગની સાગબારા રેન્જ ટીમે બાતમીના આધારે સાગના લાકડા સહિત 2 લાખથી વધુના મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો

સાગબારા તરફ કિંમતી લાકડાની તસ્કરી ઘણા વર્ષો થી બેરોકટોક ચાલતી હતી પરંતુ અમુક અધિકારી ઓ ગયા બાદ હાલ આ તસ્કરી અટકાવવા બાઝ નજર રખાઈ રહી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાચપીપરી ગામના ત્રણ રસ્તા પરથી ગુપ્ત બાતમીના આધારે નાયબ વન સંરક્ષક નિરજકુમાર ભાવસે મેં વ.સ. એ.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સાગબારા રેન્જ સ્ટાફ સાગબારા આર.એફ. ઓ સપનાબેન ચૌધરી, રા. ફો. કે. એન. વસાવા બી.ગ.આશિષ બારીયા, એ.બી.ભીલ,એસ.એલ. સોંલકી એ.સી વસાવા,નાઈટ પેટ્રોલીગ માં હતા તે દરમિયાન બાતમીને આધારે પાચ પીપરી ગામ ત્રણ રસ્તા પર નાકા બંધી કરતા વહેલી સવારના બાતમી વાળી જગ્યા એ પિકપ ગાડી નંબર એમ.એચ.૩૩. ૪૫૯૮ આવતા ચાલક ને રોકવાનો ઈશારો કરતા ગાડી ઉભી રાખી બાદમાં ભાગવાની કોશિષ કરતા ચાલક માનસિંગભાઈ કેસીયાભાઈ વસાવા રહે,ગુદી,તા,સોનગઢ ને ઝડપી પાડી મુદ્દામાલ માં સાગ સાઈઝ ના પાટિયા નંગ ૩૪ ધન મીટર ૧.૨૮૫ પકડી પાડી ની કુલ કિંમત રૂ.૬૬૩૨૦ તથા પિકપ ગાડીની કિંમત ₹ ૧,૩૫, ૦૦૦ મળી કુલ કિંમત ₹ ૨૦૧, ૩૨૦ મુદ્દામાલ સાથે ઝડપી  કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(10:26 pm IST)