Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

VATના ૩ વર્ષના કેસોમાં એકપક્ષી આકારણીથી કરદાતાઓને હાલાકી

અમદાવાદ ,તા.૨૩:સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (SGST) દ્વારા ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના વર્ષ માટે VATના એસેસમેન્ટ અને રીએસેસમેન્ટ કેસોમાં એકતરફી આકારણીના ઓર્ડર કરવામાં આવી રહ્યા હોવાને પગલે વેપારીઓ- કરદાતાઓને દશેરા- દિવાળીની ઘરાકીના સમયગાળામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. GSTના  અમલ પર વધુ ધ્યાન આપી શકાય તે માટે VATના જૂના કેસોની આકારણીની કામગીરી ઝડપથી પૂરી કરવા માટે માર્ચ, ૨૦૨૧ અને માર્ચ, ૨૦૨૨ની નક્કી કરાયેલી સમયમર્યાદા તમામ કેસોનો નિકાલ કરવા રેન્જ ડે. કમિશનર સહિતના ટોચના અધિકારીઓએ સૂચના આપી હોવાનું જાણવા મળે છે. એકતરફી હાઈ પિચ એસેસમેન્ટ ઓર્ડર જારી કરીને તેમજ ડોકયુમેન્ટ મંગાવવાને કારણે ડીપાર્ટમેન્ટની એસેસમેન્ટની કામગીરી ઘટશે પરંતુ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલોનો ભરાવો અને અને વેપારીઓની મુશ્કેલીમાં વધશે.

સેલ્સ ટેકસ બાર એસોસીએશન દ્વારા SGST કમિશનર જે. પી.ગુપ્તાને લેખિત રજુઆતમાં જણાવાયું છે કે, કરદાતાઓને સાંભળવાની તક આપ્યા વિના એકતરફી એસેમેન્ટ ઓર્ડર જારી કરવા અંગે તાકદી નહીં કરવા ડે. કમિશનર સહિત ટોચના અધિકારીઓને સૂચના આપવા તેમજ ફછ્ કેસોની આકારણી માટે ડિસેમ્બર, ૨૦૨૦માં હિયરિંગની તારીખ નક્કી કરવા અપીલ કરી છે.

કોવિડ-૧૯ને પગલે સર્જાયેલા કપરા કાળમાંથી વેપારીઓને માંડ 'કળ' વળી રહી છે ત્યાં એકતરફી એસેસમેન્ટ ઓર્ડર કારણે કનડગતનો સામનો કરવાનો વારો આવ્યો છે. તહેવારોની મોસમ આવી રહી છે ત્યારે વેપારીઓએ ધંધો સંભાળવાને બદલે ડીપાર્ટમેન્ટમાં ધક્કા ખાવાનો વારો આવતાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને બદલે હેરેસમેન્ટ ઓફ બિઝનેસ' બનશે.

(10:10 am IST)