Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભણવા- રમવાની ઉંમરમાં કર્યું ''સિતરાથોન''નું વર્ચ્યુઅલ આયોજન

સુરતની ૧૬વર્ષની કવિશી અને તેના ૧૨ સાથીદારોનું અનોખું કાર્યઃ આવક થશે તે સિવીલ હોસ્પિટલના કેન્સરના દર્દીઓને દાન અપાશે

સુરત,તા.૨૩,: નાની ઉંમરે જ જયારે ઘરના વડીલો દ્વારા સંસ્કારોનું સિંચન થાય છે તો સમય આવ્યે તે ચોકકસ પોતાની અસર બતાવે જ છે. આવી જ સેવાની ભાવના સુરતની ૧૬વર્ષની કવિશી અને તેની ૧૨ સાથીદારોએ મળીને દર્શાવી છે. આ ૧૩ બાળકોના પ્લાન અનુસાર વર્લ્ડ વાઈડ વર્ચ્યુઅલ સીતરાથોન થશે અને તેમાં ચાર ઈવેન્ટ મેરાથોન, સાઈકલોથોન, ડયુએબ્લોન અને પેન્ટાથોન થશે. તેના સ્પર્ધકોમાંથી થનારી આવક સુરતની સિવીલ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની સેવાર્થે અપાશે.

કેન્સર પીડિતો માટે અનોખી રીતે સેવાની ભાવના દર્શાવનારાઓમાં પહેલા કવિશી અને ખ્વાહિશ જ એકબીજાને ઓળખતા હતા. બાકીના રાશિ જુણેજા, સારા મશરૂવાલા, રિધ્ધી મારૂ, આયુષ મહેતા, મનસ્વી કામલીયા, કહાન હલવાવાલા, તુષિકા કામલીયા, કિર્તી ચંદગોઠીયા, કુંજન હલવાવાલા, વંશ અસીજા અને તાન્યા શાહ એકબીજાને કયારે ન હોતા મળ્યા. સોશ્યલ મીડિયા દ્વારા મીત્રો બનેલા આ બધા બાળકોને પ્રતિસ્પર્ધીઓની સંખ્યા જોઈને લાગી રહ્યું છે કે તેમનો નાનકડો પ્રયાસ આવા કોઈ અન્ય સેવાકાર્ય માટે પણ અપનાવાશે.

સિતારા ફાઉન્ડેશનની સ્થાપક કવિશી જણાવે છે કે તેના પિતા મેરેથોન રનર છે અને લોકડાઉનમાં વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગલે છે. તેના દાદા ભુપેન્દ્ર હલવાવાલા ન્યુ સીવીલ હોસ્પિટલમાં તે જાણીતી કેન્સર ઈન્સ્ટીટયુટ અને સારોલીની ભરત કેન્સર હોસ્પિટલમાં ટ્રસ્ટી છે. ઘરની આ પૃષ્ઠ ભૂમિના કારણે તેને કેન્સર પીડિતોની મદદ માટે વર્ચ્યુઅલ મેરેથોનનો વિચાર આવ્યો. તેમાં તેને પહેલી સહયોગી ખ્વાહિશ પાનવાલા મળી અને પછી બન્નેએ સોશ્યલ મીડીયામાં પોતાની યોજના શેર કરી. થોડા જ સમયમાં ૧૩ લોકોની ટીમ બની ગઈ અને સિતારા ફાઉન્ડેશનનો પાયો નખાઈ ગયો.

શું છે સિતારાથોન ઈવેન્ટસ

૨૩ થી ૩૧ ઓકટોબર સુધી નવ દિવસના વર્ચ્યુઅલ સિતારાથોનમાં મેરેથોન, સાઈકલોથોન, ડયુએપ્લોન અને પેન્ટાથોન પણ હશે. મેરેથોન ઓપન કેટેગરીમાં ૨,૫,૧૦,૨૧ અને ૪૨ કિલોમીટર તથા સાઈકલોથોનમાં ૧૦, ૨૦, ૩૦, ૫૦ અને ૧૦૦ કિ.મી. સામેલ છે. ડયુએથ્લોનમાં ૨.૫ કિ.મી. રનીંગ, ૧૦ કિ.મી.સાઈકલીંગ તથા ૨.૫ કિ.મી. રનીંગ અને ૫ કિ.મી. સાઈકલીંગ અને ૨૫ કિ.મી. સાઈકલીંગ, ૫ કિ.મી. રનીંગ સામેલ છે. ચોથી ઈવેન્ટસ પેન્ટાથોનમાં પ્રતિયોગી ઘરમાં અથવા બહાર પોતાના પાલતુ કુતરા- બિલાડી સાથે તેમની ક્ષમતા અનુસાર દોડમાં સામેલ થશે. આમાં ભાગ લેનારાઓ પાસેથી સાડા ત્રણસો રૂપિયા ફી લેવામાં આવશે.

(3:19 pm IST)