Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાંજના સુમારે રત્નકલાકારને નિશાન બનાવી બે લૂંટારૃઓએ ચપ્પુની અણીએ 1600ના હીરા સાથે વધુની લૂંટ ચલાવી ફરાર

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગત મોડીસાંજે અક્ષર ડાયમંડ નજીક શાકભાજી લેવા જતા રત્નકલાકારને આંતરી બે લુટારુએ ગળાના ભાગે ચપ્પુ મારી મોબાઈલ ફોન, રૂ.1600 ના હીરા અને રોકડા રૂ.500 મળી કુલ રૂ.6100 થી વધુની લૂંટ ચલાવી હતી અને ભાગી છૂટ્યા હતા. રત્નકલાકારને ગળામાં ઇજા થતા 15 ટાંકા લેવા પડયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી ખાતા નં.110 પહેલા માળે ભરતભાઇ ભરોડીયાના ખાતામાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર મહાવીર પ્રેમસિંહ રાજપુત ત્યાં જ હીરા ઘસવાનું કામ કરે છે.

મહાવીરની સાથે તેના રૂમમાં રહેતા હમવતની અખિલેશ, રાકેશ અને અનીલે ગતસાંજે તેને શાકભાજી લેવા મોકલતા મહાવીર અક્ષર ડાયમંડ પોપડાવાળી શેરી પાસે 7.15 ના અરસામાં પહોંચ્યો ત્યારે બે અજાણ્યા તેને આંતરી ત્યાં પાર્ક કરેલી બસની પાછળ લઈ ગયા હતા અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ખિસ્સામાંથી મોબાઈલફોન, રોકડા રૂ.500, રૂ.1600 ની કિંમતના 8 નંગ તૈયાર હીરા, મોબાઇલનું બીલ, આઘારકાર્ડ, કપડાના બીલ મળી કુલ રૂ.6100 ની મત્તાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા.

(5:26 pm IST)