Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાહમાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવાઈ રહી છે ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાતાં ગુનાઓમાં આરોપીઓ ફરાર રહેતાં હોય છે ત્યારે આવા આરોપીઓને પકડવા માટે તેમજ જેલમાંથી પેરોલ ઉપર છુટતાં આરોપીઓ કે જેઓ પેરોલ જમ્પ કરતાં હોય છે તેમને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ મનુજીને બાતમી મળી હતી કે કડી પોલીસ મથકમાં વર્ષ ર૦૧૩ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી બાબુભાઈ ધનાભાઈ બિસ્નોઈ ઉર્ફે બાબુજી મારવાડી રહે.છત્રાલ કલોલ ડી-માર્ટ સામે બ્રીજ નીચે ઉભેલો છે જે બાતમીના આધારે ઝડપી લીધો હતો. જેને અટકાયત કરીને કડી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

(5:28 pm IST)