Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોડાસા તાલુકાના નવવાઘોડિયા ગામે ડિગ્રી વગર ડોક્ટર બની દવાખાનું ચલાવતા શખ્સને ત્યાં આરોગ્યના દરોડા:એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો ઝડપવામાં આવ્યો

મોડાસા:તાલુકાના નવાવાઘોડીયા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી ડીગ્રી વગરનો શખ્સ ર્ડાકટર બની દવાખાનું ચલાવતો હોવાની અને આ ઊંટવૈધ દ્વારા દર્દીઓના આરોગ્ય સાથે ચેંડા કરતી દવાઓ સાથે કહેવાતી સારવાર કરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી હતી.અગ્રણીની ફરીયાદ બાદ તાલુકા આરોગ્ય વિભાગની ટીમે બુધવાર સાંજે ગામમાં છાપો માર્યો હતો અને ગેરકાયદેસર રીતે ચલાવાતી કલીનીક અને કલીનીકમાં રખાયેલ હલકી ગુણવત્તાવાળીએકસપાઈરી ડેટ વાળી દવાનો જથ્થો ઝડપી લીધો હતો.  આરોગ્ય વિભાગની ટીમના છાપા દરમ્યાન હાજર નકલી તબીબ એકાએક આ ટીમને થાપ આપી ભાગી છુટયો હતો.આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર ની ફરીયાદ બાદ રૂરલ પોલીસ મોડાસા એ ઊંટવૈધ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:28 pm IST)