Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1264 દર્દીઓ સાજા થયા: નવા 1112 પોઝીટીવ કેસ : વધુ 6 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,65,233 થઇ : મૃત્યુઆંક 3676 થયો : કુલ 1,47,572 લોકોએ કોરોનાને હરાવ્યો

સતત 12 માં દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 239 કેસ, અમદાવાદમાં 182 કેસ, વડોદરામાં 121 કેસ, રાજકોટમાં 107 કેસ, જામનગરમાં 55 કેસ, ગાંધીનગરમાં 38 કેસ, મહેસાણામાં 37 કેસ, સાબરકાંઠામાં 34 કેસ, ભરૂચમાં 24 કેસ, બનાસકાંઠા અને જૂનાગઢમાં 23-23 કેસ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 21-21 કેસ, નર્મદામાં 20 કેસ, અમરેલી અને કચ્છમાં 18 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે આજે 13માં દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે 1264 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 1112 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,65,233 થઇ છે  આજે વધુ 1264 ર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,47,572 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3676 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1211 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3676 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,985 છે જેમાંથી વેન્ટીલેટર પર 69 દર્દીઓ છે જ્યારે 13916 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  89,131 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,947 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 56,38,392 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,સુરત કોર્પોરેશનમાં 2,બનાસકાંઠામાં 1,અને ગાંધીનગરમાં 1 મળીને કુલ 6 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1112 પોઝિટિવ કેસમાં  સૌથી વધુ સુરતમાં 239 કેસ, અમદાવાદમાં 182 કેસ, વડોદરામાં 121 કેસ,રાજકોટમાં 107 કેસ, જામનગરમાં 55 કેસ,,ગાંધીનગરમાં  38 કેસ, મહેસાણામાં 37 કેસ, સાબરકાંઠામાં 34 કેસ,ભરૂચમાં 24 કેસ,બનાસકાંઠા અને જૂનાગઢમાં 23-23 કેસ,પાટણ અને સુરેન્દ્રનગરમાં 21-21 કેસ,નર્મદામાં 20 કેસ,અમરેલી અને કચ્છમાં 18 કેસ નોંધાયા છે

(7:36 pm IST)