Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટ સામે ફરિયાદ : યુનિ.જોડાણ મુદ્દે વિવાદ

UGC નિયમોનું પાલન ન થતાં અધિકારીઓને કરાયો દંડ

રાજકોટ : ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ અમદાવાદમાં ચાલતી મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટમાં યુનિ.સાથે મળીને ગાંધી મૂલ્યોનું છડેચોક ઉલ્લંઘન કરવામા આવી રહ્યુ હોવાની ફરિયાદ સામે આવી છે.

ugcનો નિયમ છતાં ૃસ્નરૂ કોર્સમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવામા આવતી ન હોવાની ફરિયાદ સાથે થયેલી iti ની સુનાવણીમાં માહિતી આયોગે ગુજરાત યુનિ.ના અધિકારીને પણ ૫ હજારનો દંડ ફટકાર્યો છે.

મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટ અગાઉ પાટણ યુનિ.સાથે જોડાયેલી હતી.થોડા વર્ષ પહેલા તેનું જોડાણ પાટણ યુનિ.થી અલગ કરી ગુજરાત યુનિ.સાથે કરવામા આવ્યુ હતુ. ગુજરાત યુનિ.સાથે એફિલિએશન ધરાવતી ઈન્સ્ટિ.દ્વારા બે વર્ષનો માસ્ટર ડિગ્રી કોર્સ msw ચલાવાય છે.જેમાં કામયી સ્ટાફની ભરતીને લઈને યુનિ.તેમજ સંસ્થા બંને જગ્યાએ આરટીઆઈ કરવામા આવી હતી.

બે વર્ષથી ચાલતા આ વિવાદમાં છેલ્લે રાજય માહિતી આયોગ દ્વારા થયેલી સુનાવણીમાં યુનિ.,ફરિયાદી અને સંસ્થાનો પક્ષ સાંભળ્યા બાદ આયોગ દ્વારા ઓર્ડર કરવામા આવ્યો છે.જેમાં સ્પષ્ટ નોંધવામા આવ્યુ છે કે યુનિ.તરફથી અપાયેલા જવાબ મુજબ સંસ્થા નિયમોનું પાલન કરતી નથી.જેથી તેને ૨૦૨૦-૨૧નાં જોડાણ અપાયુ નથી.

જયારે સંસ્થા તરફથી જવાબમા કહેવાયુ હતુ કે સંસ્થાને યુજીસીના નિયમો લાગુ પડતા નથી.જો કે યુનિ.ની વેબસાઈટમાં ૨૦૨૦-૨૧ના પ્રવેશની જાહેરાત અપાઈ છે અને જેમાં યુજીસી માન્ય કોર્સ હોવાનું જણાવાયુ છે. પરંતુ યુજીસીના જ નિયમોનું પાલન થતુ નથી. ભરતી સાથે હવે યુનિ.ના જોડાણને લઈને પણ મોટો વિવાદ થયો છે.

જયારે માહિતી આયોગે સુનાવણી બાદ એવો પણ હુકમ કર્યો છે કે માહિતી આપવામા વિલંબ બદલ યુનિ.ના જાહેર માહિતી અધિકારી અને નાયબર રજિસ્ટ્રાર-એકેડમિક વિભાગને ૫ હજાર રૂપિયાનો દંડ કરવામા આવે છે.આ દંડ તેઓએ તેમના પગારમાંથી ભરવા આદેશ કરાયો છે.ઉપરાંત યુનિ.ને ૩૧મી ડિસેમ્બર સુધીમાં આયોગને રિપોર્ટ મોકલવા પણ આદેશ કરવામા આવ્યો છે.

(3:43 pm IST)