Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પત્નિએ પતિ વિરૂધ્ધ કરી ફરીયાદ

પતિ ૧૦ વર્ષથી મારી સાથે સૂતો નથીઃ રંગરેલીયા મનાવવા વારંવાર થાઈલેન્ડ ઉપડી જાય છે

અમદાવાદ, તા.૨૩: ઈસનપુરમાં રહેતાં નીપા દુબે નામના એક મહિલાએ પોતાના પતિ હર્ષ દુબે વિરુદ્ઘ ચોંકાવનારા આક્ષેપો કરતા મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું છે કે, પતિએ છેલ્લા ૧૦ વર્ષથી તેની સાથે કોઈ શારીરિક સંબંધ નથી રાખ્યા, અને તે વારંવાર રંગરેલીયા મનાવવા થાઈલેન્ડ ઉપડી જાય છે.

નીપા દુબેએ એવો આક્ષેપ પણ કર્યો છે કે તેમણે અવારનવાર પોતાના પતિને મિત્રો સાથે થાઈલેન્ડમાં મહિલાઓ સાથે સેકસ માણ્યું હોવા અંગે વાતો કરતા પણ સાંભળ્યા છે. આ મામલે પોલીસે હાલ દ્યરેલુ હિંસાના ગુનામાં મહિલાના પતિ હર્ષ દુબે સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.

FIR અનુસાર, નીપા અને હર્ષે જાન્યુઆરી ૨૦૦૩માં કોર્ટ મેરેજ કર્યા હતા, અને ફેબ્રુઆરીમાં તેમણે ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હતા. જેમાં નીપાએ આક્ષેપ કર્યો છે કે, પતિ પ્રાઈવેટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, પરંતુ દ્યરખર્ચ માટે તે પૈસા નથી આપતો અને છેલ્લા દસ વર્ષથી બંને વચ્ચે શારીરિક સંબંધ પણ નથી રહ્યા.

પોતાનામાં કોઈ રસ ના રહ્યો હોવાના કારણે પતિ વારંવાર બેંગકોક જઈને ત્યાં રંગરેલીયા મનાવે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પતિ અવારનવાર પોતાને ફટકારે છે, અને જયારે પુત્ર બચાવવાનો પ્રયાસ કરે ત્યારે તેને પણ માર મારે છે તેવો આક્ષેપ પણ મહિલા દ્વારા કરાયો છે.

જાન્યુઆરી ૨૦૨૦માં પતિએ પોતાને દ્યરની બહાર ધકેલી દીધી હતી, અને ત્યારથી તે પોતાના માતાપિતા સાથે રહે છે તેવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમાજના આગેવાનોએ બંને વચ્ચે સમાધાન કરાવવાના પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ તે સફળ ના રહેતા આખરે મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(4:22 pm IST)
  • હવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન : ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોના વાયરસનો ઈલાજ : ભારતમાં જન્મી અને ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો : તેણીએ ઉંદર પર સંશોધનમાં જાણ્યું કે કોરોના થવા પર કોશિકાઓમાં સોજાને કારણે અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ છે જેનાથી મોત થાય છે access_time 11:50 pm IST

  • આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ મહામારી ઉપર વિડીયો કોન્ફરન્સીંગથી ચર્ચા કરશે access_time 4:04 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST