Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જરોદ ચોકડી નજીકથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એમપીના યુવકને ઝડપી પાડ્યો

વડોદરા:લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ માહિતીના આધારે જરોદ ચોકડી પાસેથી પસાર થતી ઇન્ડિકા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. વાઘોડિયા પોલીસે અંગે પ્રોહીબિશનનો ગુનો નોંધી ઇન્ડિકા કાર, મોબાઈલ ફોન તથા દારૂના જથ્થા સહિત 1.20 લાખની મત્તા કબજે કરી હતી.

લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ઈન્ડીકા કાર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જવાની છે. જેના આધારે પોલીસે જરોદ રેફરલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ઈન્ડિકા કારને રોકી હતીતપાસ દરમિયાન પોલીસે વિદેશી દારૂની પ્લાસ્ટિકની રૂપિયા 46800 ની કિંમત ધરાવતી 90 બોટલો, ઇન્ડિકા કાર તથા મોબાઈલ ફોન સહિત રૂપિયા 1,22,800ની મતા કબજે કરી પ્રકાશ તોમર વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:59 pm IST)