Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સોના ચાંદીના ભાવમાં ધીમો સુધારો : દિવાળીની ઘરાકીને પગલે ભાવને સપોર્ટ

સ્થાનિક બજાર, વાયદા અને વેશ્વિક માર્કેટમાં પણ સુધારા તરફી વલણ

અમદાવાદ : શહેરમાં દિવાળી દરમિયાન ઘરાકીના પગલે સોના-ચાંદીના ભાવ જળવાયા હતા અને નવા વર્ષના સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.99.9 કેટેગરીની શુદ્ધતાવાળા સોનાનો ભાવ વધીને 51,900-52400 થયો છે, જ્યારે 99.5 કેટેગરીવાળા સોનાનો ભાવ વધીને 51,700-52,200 થયો છે. જ્યારે હોલમાર્ક સોનાનો ભાવ 51,350 થયો છે.

ચાંદી ચોરસાનો ભાવ 61,500-62,500 થયો છે. જ્યારે ચાંદી રૂપુનો ભાવ 61,300-62,300  ભાવ જળવાયા હતા અને નવા વર્ષના સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.યો છે જૂના સિક્કાનો ભાવ 575-775 થયો છે.સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 45 રૂપિયા વધીને 50,257 થયો હતો. મજબૂત હાજર માંગના પગલે સટોડિયાઓની માંગ ઉદભવી હતી.

એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ) પર સોનાના ડિસેમ્બર ડિલિવરીનો ભાવ પ્રતિ ઔંસ 45 રૂપિયા વધીને 50,257 થયો હતો. તેનું બિઝનેસ ટર્નઓવર 5,544 લોટનું હતું. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ભાવ જળવાયા હતા અને નવા વર્ષના સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.વધારો થવાના પગલે સહભાગીઓએ નવી પોઝિશન બિલ્ડ અપ કરી હતી

સોનાથી વિપરીત ચાંદીના વાયદામાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. ચાંદીનો ભાવ જળવાયા હતા અને નવા વર્ષના સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.ભાવ પ્રતિ કિલોગ્રામે 154 રૂપિયા ઘટીને 62,004 જોવા મળ્યો હતો. સહભાગીઓએ નીચી માંગના પગલે તેમા રોકાણ ઘટાડ્યુ હતુ.

એમસીએક્સ પર ડિસેમ્બર ડિલિવરીની ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 154 રૂપિયા કે 0.25 ટકા ઘટીને 62,004 થયો હતો. તેમા 11,945 લોટનું ટર્નઓવર જોવા મળ્યુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 0.43 ટકા વધીને પ્રતિ ઔંસ 24.39 ડોલર થયો હતો.

હળવા થયેલા ડોલર અને અમેરિકાના સ્ટિમ્યુલસની આશાએ સોનું ઉચકાયુ હતુ. તેના લીધે આગામી મહિને બજારમાં આવનારી કોરોનાની રસી અંગેની સંભાવનાને લઈને ઇક્વિટી બજારનો ઉછાળો અમુક અંશે ભરપાઈ થયો હતો.

હાજર સોનાનો ભાવ 0.2 ટકા વધી પ્રતિ ઔંસ 1,873.51 ડોલર થયો હતો અને અમેરિકામાં સોનાના વાયદા 1,871.70 પર સ્થિર હતા

(8:16 pm IST)