Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે એનસીપી સક્રિય :સુરત માટે 20 નામો જાહેર કરી દીધા

ચૂંટણીમાં ભાજપ , કોંગ્રેસ ઉપરાંત આપ, AIMIM, BTP અને હવે NCP પણ મેદાનમાં

સુરત: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે જ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. હવે ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિતની અન્ય રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડવા લાગી ગઈ છે, ત્યારે આ વખતે ભાજપ , કોંગ્રેસ ઉપરાંત આપ, AIMIM, BTP અને હવે NCP પણ મેદાનમાં આવી ગઈ છે.

NCPએ  આજે જાહેરાત કરી છે કે, તે સમગ્ર રાજ્યમાં તમામ પાલિકા, મહાનગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. આટલું જ નહીં, NCPએ સુરત મનપાની ચૂંટણી માટે 20 ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધા છે. જ્યારે અન્ય તમામ બેઠકો પર ઉમેદવારોના નામો ટૂંક સમયમાં જાહેર કરવાનું જણાવ્યું છે.

NCPના ગુજરાત અધ્યક્ષ જયંત બોસ્કીએ ભાજપ સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, ભાજપના શાસનમાં તાનાશાહી વધી ગઈ છે. રાજકોટમાં હોસ્પિટલ સામે વિરોધ કરવા મામલે NCPના કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યા હતા.

(6:12 pm IST)