Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

સુરત : દુષ્કર્મનો ૧૧ વર્ષથી ફરાર આરોપી ગળિયો જબ્બે

સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ કર્યું હતું : સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૨૦૦૯ના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યું, રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

સુરત, તા. ૨૪ : સુરત શહેરમાં આજથી ૧૧ વર્ષ પહેલાં નોંધાયેલા અપહરણ  અને દુષ્કર્મના કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. આ રૂવાંડા ઊભા કરી નાખતી ઘટનામાં મુખ્ય આરોપીએ પોતાના પરિવારની મદદગારીથી એક સગીરાનું અપહરણ કર્યુ હતું ત્યારબાદ તેને પરપ્રાંતમાં લઈ જઈને કેફી પીણું પીવરાવી અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. વધુમાં પોલીસ ફરિયાદ મુજબ જ્યારે સગીરાના માતાપિતાએ દીકરીનો સંપર્ક કરી તેને પરત મોકલવા જણાવ્યું તો દીકરી પરત આપવાના ૫૦,૦૦૦ રૂપિયા ખંડણી જેવી રીતે માગ્યા હતા. આખરે આ મામલે પોલીસના હાથ આરોપી સુધી પહોંચી ગયા છે. પોલીસે આ કેસના મુખ્ય આરોપી રમેશ ઉર્ફે 'ગળીયા' ફરત કાયદાનો ગાળિયો નાખી દીધો છે.

બનાવની વિગતો એવી છે કે વર્ષ ૨૦૦૯માં સુરતના ભરથાણ ગામથી હમશે ગળીયો બગાડા, રાકેશ બગાડા, જીતુ બાગાડા, મુકેશ બગાડા, બસંતીબેન બગાડા, જશોદાબેન બગાડાએ એકબીજાની મદદથી ૧૬ વર્ષની સગીરાને લગ્નનની લાલચે ઉઠાવી અને તેનું અપહરણ કર્યુ હતું.

પરિવાર સગીરાને લઈ ગયા બાદ મુખ્ય આરોપી રમેશ ઉર્ફે ગળિયો અવારનવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ તેની સાથે કેફી પીણું દર્શાવી દુષ્કર્મ આચર્યુ હતું. દરમિયાન આ કેસમાં તે ફરાર હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગળિયો ભોપાલમાં હોવાની માહિતી મળી હતી.

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રમેશને સુરજનગર ભોપાલ પાસેથી ઝડપી પાડ્યો હતો. રમેશ અમરોલી પોલીસ મથકમાં ઇપીકોની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬, ૩૨૮, ૩૨૩,  ૫૦૬(૨૦ ૧૧ના કેસમાં ફરાર હતો અને પોલીસ ચોપડે વોન્ટેડ હતો. આમ ૧૧ વર્ષ પોલીસનો ગાળીયો ગળીયા સુધી પહોંચ્યો છે. સુરતમાં દુષ્કર્મ અને સ્ત્રી પરના સોશણની ઘટનાઓ રોજ ઘટી રહી છે ત્યારે આ એક દાયકા જૂના કેસમાં પોલીસે કાર્યવાહી કરતા પોલીસની મક્કમતા પણ જોવા મળી હતી. જોકે, રોજ રોજ શહેરના આર્થિક અને વ્યવાસિયક વિકાસની સાથે સાથે સુરત શહેરમાં ગુનાખોરીનો વિકાસ પણ થયો છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

(10:07 pm IST)