Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમદાવાદ કલેકટર દ્વારા પરિક્ષા સેલ કાર્યરત

અમદાવાદ, તા.૨૪: અમદાવાદ કલેકટર કચેરીમાં 'એકઝામ-સેલ'ની રચના કરવામાં આવી છે. શ્નએકઝામ-સેલલૃજિલ્લામાં યોજાતી ૧૬થી વધું પ્રકારની બોર્ડ પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને ભરતી પરીક્ષાઓના કેન્દ્રિયકૃત સંચાલન અને સંકલનની જવાબદારી સંભાળશે.

કોરોના વાયરસની મહામારીએ માનવજીવનના તમામ ક્ષેત્રને અસર કરી છે, તેમા આવશ્યક બદલાવ લાવવાની ફરજ પાડી છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અર્થાત જાહેર વહિવટનું ક્ષેત્ર પણ તેમાથી બાકાત નથી.

શાળાના વિદ્યાર્થિઓની બોર્ડ એકઝામ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેની એડમિશન એકઝામ કે પછી કેન્દ્ર અને રાજય સરકારમાં કર્મચારીઓની રિક્રુટમેન્ટ એકઝામ વિગેરે પરીક્ષાઓ જિલ્લા પ્રશાસનની સિધી દેખરેખ હેઠળ યોજાતી હોય છે.

જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેએ જણાવ્યું કે, ભરતી પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને બોર્ડ એકઝામમાં બેસતા જિલ્લાના લાખો પરીક્ષાર્થિઓના હિતમાં આ પહેલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની કામગીરી મહત્વની બની છે. પરીક્ષા પૂર્વે અને બાદમાં પરીક્ષા કેન્દ્રોને સેનેટાઈઝ કરવામાં આવે છે.

(11:37 am IST)