Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વિકાસને ટેકો આપશે તથા નવી રોજગારી ઉભી કરશેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

એમેઝોન ઈન્ડિયાએ અમદાવાદમાં તેના ત્રીજા ફૂલફિટમેન્ટ સેન્ટરની જાહેરાત કરી

મુંબઇ, તા.૨૪: એમેઝોન ઇન્ડિયાએ આજે આગામી દિવસોમાં આવી રહેલી તહેવારોની મૌસમને ધ્યાનમાં લેતા અમદાવાદમાં તેના ત્રીજા ફૂલફિલમેન્ટ સેન્ટર (એફસી)ની જાહેરાત કરી છે. ૨ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ નવું ફૂલફિલમેન્ટ સેન્ટર વિક્રેતાઓને પ્રદેશ અને પાડોશી રાજયોમાં વ્યાપક પસંદગી પ્રદાન કરવામાં મદદ કરશે. આ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિસ્તરણ સાથે એમેઝોન ડોટ ઈન હવે ગુજરાતમાં ૮૦,૦૦૦થી વધુ વિક્રેતાઓને ફૂલફિટમેન્ટ સેન્ટર્સમાં ૧.૫ મિલિયન દ્યન ફૂટથી વધુની સંગ્રહ ક્ષમતા પ્રદાન કરશે. એમેઝોને તાજેતરમાં જ એક નવું સોર્ટ સેન્ટર શરૂ કર્યું છે અને ગુજરાતમાં ગ્રાહકોના ઓર્ડર માટે ઝડપી અને વિશ્વસનીય ડિલિવરીની ખાતરી કરવા માટે હાલના સોર્ટ સેન્ટરની ક્ષમતામાં વધારો કર્યો છે.

'એમેઝોન ઈન્ડિયા માટે ગુજરાત મહત્વપૂર્ણ બજાર છે અને અમે રાજયમાં વધુ રોકાણ અને અમારા ઇન્ફ્રાસ્ટ્રકચરનું વિસ્તરણ કરીને ખૂબ જ આનંદિત છીએ. આ વિસ્તરણ સાથે, ગુજરાતમાં એસએમબીને આર્થિક વિકાસ અને વ્યાપક ગ્રાહક આધાર સુધી પહોંચ મેળવવા બન્ને પ્રકારથી ફાયદો થશે. નવી રજૂઆતની સાથે અમે ગ્રાહકોની વધતી માંગને વિઘ્નરહિત રીતે પૂર્ણ કરવાનું જાળવી રાખીશુ, જેથી તેઓ દ્યર પર રહી શકે  અને સુરક્ષિત રહી શકે, જયારે બીજી તરફ રાજયમાં નોકરીની હજારો તકોનું નિર્માણ થશે. અમારા ગ્રાહકો અને ટીમોની સલામતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ઘતા અમારૃં પ્રાથમિક ધ્યાન બની રહી છે અને અમને અમારા તમામ હિસ્સેદારો માટે વિશ્વસનીય, સલામત અને ભરોસાપાત્ર અનુભવ પ્રદાન કરવા પર ગર્વ છે.' તેમ પ્રકાશ કુમાર દત્તા, ડિરેકટર ઓફ ફૂલફિલમેન્ટ સેન્ટર્સ અને સપ્લાય ચેઇન, એમેઝોન ઈન્ડિયાએ જણાવ્યું હતું.

ગુજરાત રાજયના માનનીય મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું, 'ગુજરાત ઇ-કોમર્સ કંપનીઓ સહિતના તમામ વ્યવસાયો માટે ગતિશીલ અને અનુકૂળ ઇકોસિસ્ટમ દ્વારા સંચાલિત રાજય છે. એમેઝોનનું અમદાવાદમાં તાજેતરનું ફૂલફિટમેન્ટ સેન્ટર વિકાસને ટેકો આપશે અને યુવાઓ માટે નવી રોજગાર તકોનું સર્જન કરશે. અમે રાજયની ટકાઉ આજીવિકા અને આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ઘ છીએ અને આ પ્રકારે વિશ્વને ગુજરાતમાં આવકારીએ છીએ. મને ખાતરી છે કે ગુજરાતમાં કરવામાં આવેલું રોકાણ રાજયમાં વ્યવસાયિક ઈકોસિસ્ટમને મજબૂત કરતા ખૂબ સારો લાભ પ્રદાન કરશે.

(12:57 pm IST)