Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં ગેરરીતીની ૮૦ ફરીયાદોઃ તપાસ માટે એસ.આઇ.ટી. નિમાયેલ

વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયભાઇએ જવાબ રજુ કર્યો

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર) રાજકોટ, તા., ર૪: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી પ્રક્રિયામાં ગેરરીતી અંગે આત્રરોકીત પ્રશ્નના ઉતરમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે તા.૩૧-૧ર-૧૯ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થતી ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતી અંગેની ૮૦ ફરીયાદો સરકારને મળી છે.

બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય સંવર્ગના ઓફીસ-આસીસ્ટન્ટની પરીક્ષા સંબંધીત મળેલ ફરીયાદો સંદર્ભે સરકારશ્રી દ્વારા સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)નું ગઠન કરવામાં આવેલ હતું. અને સ્પેશીયલ એસઆઇટીની ભલામણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૧૭-૧૧-૧૯ના રોજ લેવાયેલ બિન સચિવાલય કારકુન અને ઓફીસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવેલ હતી.

(2:55 pm IST)