Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમદાવાદના ગીતા મંદિર રોડ નજીક પત્નીનું પ્રેમી સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળી જતા પતિએ દુઃખી થઇ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: શહેરના ગીતામંદિર રોડ પર રહેતા યુવકની પત્ની દિકરાને લઈને પિયર જતી રહેતા તે દુખી હતો. તે સિવાયતેની પેનડ્રાઈવમાં પત્ની અને તેના પ્રેમીની વાતચીતનું રેકોર્ડીંગ મળી આવ્યું હતું. જેને પગલે કાગડાપાઠ પોલીસે તેની પત્ની અને પ્રેમી વિરૃધ્ધ દુષ્પ્રરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબગીતામંદિર રોડ પર રહેતા ભરતભાઈડી.મારૃ(૩૧)ના લગ્ન દક્ષાબહેન સાથે થયા હતા. ત્રણેક મહિના પહેલા દક્ષાબહેન તેમના ત્રણ વર્ષના દિકરાને લઈને પિયર જતા રહ્યા હતા. જેને કારણે ભરતભાઈ દુખી રહેતા હતા. દરમિયાન ૮ સપ્ટેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યે ભરતભાઈે તેમના બે મોબાઈલ અને પેનડ્રાઈવ માતાને આપ્યા હતા અને ભાઈ દિપકને આપી દે જે એમ કહ્યું હતું.બાદમાં તે ઉંધી ગયો હતો. જોકે છ વાગ્યે માતા ગૌરીબહેને જોયું તો દિકરો ભરત દેખાયો ન હતો. તેમણે તપાસ કરતા બાજુના રૃમમાં ભરતે ગલાફાંસો ખાઈ લીધો હતો. સારવાર અર્થે તેને એલજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ તેને મૃત ઘોષિત કરાયો હતો.

(5:24 pm IST)