Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમદાવાદ:નશામાં ધૂત ટેમ્પો ચાલકે પાંચ શખ્સોને હડફેટે લેતા વૃદ્ધાનું ઘટનાસ્થળેજ મૃત્યુ:અન્ય ચાર સારવાર હેઠળ

અમદાવાદ: શહેરમાં પોલીસ વાહન ચેકિંગ કરીને સામાન્ય વાહન ચાલકો પાસે માસ્ક સહિતના દંડ વસૂલી રહી છે, પરંતુ હપ્તા ખાઉ  પોલીસ દારુ પીને વાહન ચલાવતા લોકોને પકડતી નથી, જેના કારણે નશામાં ધૂત ડ્રાઇવરો દ્વારા અકસ્માત સર્જાવામાં આવી રહ્યા છે. અસારવા ફાટક પાસે મંગળવારે રાતે નશામાં ધૂત ટેમ્પો ચાલકે ચાર મહિલા સહિત પાંચ લોકોને અડફેટે લીધા હતા. જેમાં ટાયક નીચે કચડાતાં વૃધ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે ગુનો નાંેધી ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે અસારવા  રેલવે ફાટક પાસે આવેલી વડવાળી ચાલીમાં રહેતા રણજીતભાઇ મથુરજી ઠાકોરે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૯ વાગે અસારવા ફાટક તરફથી પૂર ઝડપે છોટા હાથી ટેમ્પોના ચાલક  પૂર ઝડપે  વાહન હંકારીને આવ્યો હતો, જ્યાં વડવાળી ચાલી પાસે ખાટલામાં ફરિયાદીની નાની જગલબહેન (ઉ.વ.૭૦) તથા હીરાબહેન, ઉષાબહેન અને કરીશ્માબેન તેમજ કરણ ઉર્ફે નકુલ  બેઠા હતા  આ સમયે ખાટલાને ટક્કર મારતાં પાંચેય જણાને ગંભીર ઇજાઓ થઇ હતી.

(5:25 pm IST)