Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુરતની કાપડબજારમાં બે વેપારી સાથે 1.22 કરોડની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના કાપડ બજારમાં છેતરપિંડીની બે ઘટનામાં બે કાપડ વેપારી સાથે કુલ રૂ.1.22 કરોડની છેતરપિંડી અંગે સલાબતપુરા અને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રીંગરોડ અભિષેક માર્કેટના કાપડ વેપારી પાસેથી જયપુરના દલાલ દંપત્તીએ સાડી મંગાવી અન્ય પાંચ વેપારીને પણ ગ્રે કાપડ, સાડી, કાપડ અપાવી રૂ.1.09 કરોડ ચૂકવ્યા ન હતા. જયારે વરાછાના ગ્રે કાપડના વેપારી સાથે રીંગરોડ અભિષેક માર્કેટમાં દુકાન ધરાવતો વેપારી રૂ.12.90 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા રાજ પેલેસ એ-1/804 માં રહેતા 39 વર્ષીય વિવેકકુમાર સતીષકુમાર નેમાણી રીંગરોડ અભિષેક માર્કેટ વીંગ 5 દુકાન નં.802 માં શ્રી બાલાજી સિલ્ક મિલ્સ ના નામે સાડીનો વેપાર કરે છે. ત્રણ વર્ષ અગાઉ રાજસ્થાનના જયપુરમાં સિકાર હાઉસ વિજયલક્ષ્મી પ્રિમીયમ એ/56 પહેલા માળે એફ-3 માં પત્ની કલ્પનાબેનના નામે કાપડ દલાલીનું કામ કરતા પંકજ ચેતનપ્રકાશ મહેરેવાલે પોતાની ઓળખ મોટા વેપારી તરીકે આપી સાથે ધંધો કરશો તો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. બાદમાં તેનો રેફરન્સ સારો મળતા વિવેકકુમારે તેને 5 ઓક્ટોબર 2017 થી 4 ઓક્ટોબર 2019 દરમિયાન સાડીનો જથ્થો 30 થી 35 દિવસમાં પેમેન્ટના વાયદા ઉપર મોકલ્યો હતો.પંકજના કહેવાથી આ સમયગાળામાં વિવેકકુમારે જયપુરના જ અન્ય પાંચ વેપારી સાથે પણ વેપાર કર્યો હતો.

(5:28 pm IST)