Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બાયડ તાલુકાના ચાંપલાવત ગામે દૂધ મંડળીના વહીવટી સમક્ષ પશુપાલકોએ અસંતોષની લાગણી વ્યક્ત કરતા તપાસ હાથ ધરવામાં આવી

બાયડ:તાલુકાના ચાંપલાવત ગામે આવેલી દુધ મંડળીના વહીવટ સામે ગામના દુધ ભરતા પશુપાલકો માં અસંતોષની લાગણી જોવા મળી હતી.  ગામ લોકો અને દુધ ભરતા પશુપાલકોએ દુધ મંડળીને તાળાબંધી કરી હતી. વહીવટ કર્તા દ્વારા શીતકેન્દ્ર ને જાણ કરતા શીતકેન્દ્ર ના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા.

ગામના દુધ ઉત્પાદક સભાસદોનું કહેવું છે કે  છેલ્લા એક મહિનાથી દુધનો પગાર કરવામાં આવ્યો નથી અને મંડળીના અધિકૃત વહીવટદારો તેમની મન મરજીથી વહીવટ ચલાવે છે મંડળીના સેક્રેટરી  દુધ ભરનાર ગ્રાહકો મંડળીમાં પેમેન્ટ લેવા જાય તો ખોટી રીતે ધમકાવે છે  દુધ ભરવું હોય તો ભરો પૈસા નહી મળે એમ કહે છે દુધ ભરતા ગ્રાહકોનું કહેવું છે કે અમને મંડળીમાંથી સમયસર નાણાં ન મળતા અમારે જીવન ધોરણ ચલાવું ખુબ મુશ્કેલ પડે છે.   જીવનનો આધાર ખેતી અને પશુપાલન હોય દુધ મંડળીમાંથી નિયમીત અમને પગાર ન મળતા અમારા માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. સામે પક્ષે ચાંપલાવત દુધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરી નું કહેવું છે કે મંડળીમાંથી કેટલાક સભાસદોએ ગાયભેસ ની લોન લીધી હોઈ તેઓ હપ્તાના નાણાં ન ભરતાં હોવાથી મંડળીના દુધના સામુહિક નાણામાંથી રકમ કપાઈ જતા   દુધ ઉત્પાદકોના નાણા ચુકવી શકતા નથી

(5:33 pm IST)