Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મહુધા તાલુકાના ખુંટજ નજીક ચાલુ આઇશરમાં જુગાર રમતા 12 શકુનિઓને પોલીસે ઝડપી પાડ્યા

મહુધા:તાલુકાના ખુંટજથી નડિયાદ તરફ આવતાં આઈશરમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગાડીઓ લઈ આઈશરની શોધમાં નડિયાદથી ખુંટજ તરફ ગઈ હતી. મહુધા તાલુકાના મુળજ નજીક પોલીસે આઈશર તેમજ તેની આગળ પેટ્રોલીંગ કરતી અલ્ટો ગાડીને અટકાવી હતી. તપાસ કરતા આઈશરમાં બેસી પત્તાપાનાનો જુગાર રમતાં ૧૨ ઈસમો તેમજ આઈશર ચાલક, અલ્ટો ગાડી ચાલક અને ગાડીમાં સવાર અન્ય એક ઈસમ મળી કુલ ૧૫ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. આઈશર, કાર, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ.૭,૦૮,૬૪૦ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ૧૫ ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ડભાણમાં રહેતો ઉસ્માનગની ઉર્ફે મુન્નો ઈબ્રાહીમગની વ્હોરા આઈશર નં જીજે ૦૯ એવી ૩૬૭૭ માં માણસો બેસાડી ચાલુ વાહને જુગાર રમાડી પોતે આઈશરની આગળ અલ્ટો કાર નં જીજે ૦૭ ડીસી ૪૮૩૫ માં પેટ્રોલીંગ કરતો હોવાની બાતમી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. ગતરોજ બપોરના સમયે આઈશર મહુધા તાલુકાના વણસોલથી ખુંટજ થઈ નડિયાદ તરફ આવતી હોવાની માહિતીને આધારે પોલીસની ટીમ નડિયાદથી ખુંટજ તરફ જવા નીકળી હતી.

(5:34 pm IST)