Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ઉમરેઠ પોલીસે સુરેલી બસ સ્ટેન્ડ નજીક ટેમ્પામાંથી અખાદ્ય ગોળનો 100કટ્ટાનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી

ઉમરેઠ:પોલીસે સુરેલી બસ સ્ટેન્ડ નજીક ટેમ્પામાંથી અખાદ્ય ગોળના ૧૦૦ કટ્ટાનો જથ્થો ઝડપ્યો હતો. ચાલકની પૂછપરછમાં ઉમરેઠના વેપારીના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી વધુ ૪૩પ કટ્ટા અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઉમરેઠના વેપારી, જથ્થો મંગાવનાર મીઠાપુરા અને સુંદલપુરાના વ્યકિતઓ સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતોમાં ઉમરેઠ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન સુરેલી બસ સ્ટેન્ડ પાસે ઉમરેઠ તરફથી આવતો ટેમ્પો અટકાવીને પૂછપરછ હાથ ધરી હતી. ટેમ્પામાંથી દેશી દારૂ ગાળવા માટેનો અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પામાં તુવેર દાળની આડમાં અખાદ્ય ગોળના ૧૦૦ કટ્ટા મળી આવ્યા હતા. આથી મુદ્દામાલ કબજે લઇને પોલીસે ટેમ્પા ચાલક અશોક મારવાડીની પૂછપરછ હાથ ધરી હતી.

(5:35 pm IST)