Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગાંધીનગરથી જ્યંતિ રવિની અધ્યક્ષતામાં કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટની વીડિયો કોન્ફરન્સ યોજાઇ

આયસોલેશન વોર્ડ મેનેજમેન્ટ, ડોનિંગ અને ડોફિંગ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ, કંટ્રોલરૂમ, ઇન્ફેકશન કંટ્રોલ, લોન્ડ્રી મેનેજમેન્ટ, સહિતના મુદ્દે ચર્ચા

ગાંધીનગર:જે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને વ્યવસ્થાપનનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.ઉક્ત વીડિયો કોન્ફરન્સમાં કોવિડ અને નોન કોવિડ આયસોલેશન વોર્ડ મેનેજમેન્ટ, ડોનિંગ અને ડોફિંગ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ, કંટ્રોલરૂમ, ઇન્ફેકશન કંટ્રોલ, લોન્ડ્રી મેનેજમેન્ટ,આઇ.ટી અને ડેટા મેનેજમેન્ટ, ડેથ બોડી ડિસ્પોઝલ મેનેજમેન્ટ, ઓક્સિજન તેમજ અન્ય ઉપલ્બધ સુવિધાઓ જેવા વિવિધ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી

 .આગામી સમયમાં કોરોનાના લાગતી કરવામાં આવનાર કામગીરી અને વ્યવસ્થાપનને લગતી વ્યૂહરચના ઘડવામાં આવી હતી. આજની કોન્ફરન્સમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદી સહિત હોસ્પિટલના દરેક વિભાગના વડા, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.

(8:36 pm IST)