Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજ્ય સરકાર દ્વારા કલાકાર કલ્યાણ નીધી ટ્રસ્ટના સંચાલન માટે સમિતિની રચના કરાઇઃ સમિતિના અધ્યક્ષ પદે યુવા રામત-ગમત અને સાંસ્કૃતિક સમિતિના અધિકારી રહેશે

બિન સરકારી સભ્યોમાં નરેશ કનોડિયા, વિરલ રાચ્છ, નયન ભટ્ટ, કપિલદેવ શુકલ, સોનલ મજુમદાર અને જયશ્રી પરીખની વરણી સભ્યપદે કરાય

ગાંધીનગરઃ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ વિભાગ ગાંધીનગર દ્વારા કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટના સંચાલન માટે સમિતિની પુનઃ રચના કરી તેના સભ્ય તેમજ બિન સરકારી સભ્યોની નિમણૂક કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

૧ માનનિય રાજ્યકક્ષાના મંત્રીશ્રી, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અધ્યક્ષશ્રી

૨ અધિક મુખ્ય સચિવ શ્રી, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ સચિવાલય ગાંધીનગર સભ્યશ્રી

૩ અધિક મુખ્ય સચિવ શ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ સચિવાલય ગાંધીનગર સભ્યશ્રી

૪ સચિવ શ્રી (ખર્ચ) નાણાંવિભાગન સચિવાલય ગાંધીનગર સભ્યશ્રી

૫ કમિશ્નર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર સભ્યશ્રી

૬ સચિવ શ્રી ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદસભ્યશ્રી

૭ સચિવ શ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર સભ્યશ્રી

સમિતિના બિન સરકારી સભ્યો

૮ શ્રી નરેશ કનોડિયા સભ્યશ્રી

૯ શ્રી વિરલ રાચ્છ, જામનગર સભ્યશ્રી

૧૦ શ્રી નયન ભટ્ટ, રાજકોટ સભ્યશ્રી

૧૧ શ્રી કપિલદેવ શુક્લ, સુરત સભ્યશ્રી

૧૨ સુશ્રી સોનલ મજુમદાર, અમદાવાદ સભ્યશ્રી

૧૩ સુશ્રી જયશ્રી પરીખ, અમદાવાદ સભ્યશ્રી

નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિની મુદ્દત ઠરાવની તારીખથી ત્રણ વર્ષની રહેશે.

(8:53 pm IST)