Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

વડોદરાની આજવા ચોકડીથી વાઘોડિયા જતી વેળાએ કાર ચાલકે સ્કૂટર સવારને હડફેટે લેતા ગંભીર ઇજાથી મૃત્યુ

વડોદરા:આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે બ્લેક સ્પોટ તરીકે જાણીતા  એલ એન્ડ ટી કંપની નજીકના હાઇવે પર કારચાલકે સ્કૂટર સવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત સ્કૂટર સવારનું મોત નિપજ્યું છે. 

વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા પાછળ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા ચીમનભાઇ ગરબડભાઇ વસાવા  પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા હતા. આજે સવારે તેઓ સ્કૂટર લઇને ઘરેથી નીકળ્યા હતા. તે સમયે આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ જવાના રસ્તે એક કારચાલકે સ્કૂટરને ટક્કર મારતા ચીમનભાઇ રોડ પર  ફંગોળાયા હતા અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચીમનભાઇને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.  જ્યાં તેમનું સારવાર પૂર્વે જ મોત નિપજ્યુ છે. બાપોદ પોલીસે ગુનો નોધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. 

(5:08 pm IST)