Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરમગામ નગર કારોબારીની રચના કરવામા આવી

વિરમગામ નગરમંત્રી તરીકે ચામુંડાસિંહ પવાર, નગર અધ્યક્ષ તરીકે રધુભાઇ અલગોતર, નગર ઉપાધ્યક્ષ તરીકે દેવેન્દભાઇ રાજપુતને જવાબદારી સોપવામા આવી

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા વિરમગામ : અખિલ  ભારતીય  વિદ્યાર્થી પરિષદ  દ્વારા વિરમગામ નગર કારોબારીની રચના કરવામા આવી છે.  અખિલ  ભારતીય  વિદ્યાર્થી પરિષદ  અમદાવાદ જિલ્લામા તાજેતરમા માંડલ, બાવળા, ધંધુકા મા ક‍રોબારીની જાહેરાત કરવામા આવી હતી. વિરમગામ નગરની કારોબારીની જાહેરાત જિલ્લા સંગઠન મંત્રી અમનસિહ ચાવડા, જિલ્લા સંયોજક  અંકિતભાઇ નાયીની ઉપસ્થિતિમાં કરવામા આવી હતી. જેમા વિરમગામ નગરમંત્રી તરીકે ચામુંડાસિંહ પવાર, નગર અધ્યક્ષ તરીકે  રધુભાઇ અલગોતર, નગર ઉપાધ્યક્ષ તરીકે દેવેન્દભાઇ રાજપુતને જવાબદારી સોપવામા આવી હતી. આ ઉપરાંત વિવિધ જવાબદારી ઓની પણ ધોષણા કરવામા આવી હતી.

(7:33 pm IST)