Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દેશના તમામ એરપોર્ટ ઉપર મુસાફરો માટે વેબ ચેકઇન ફરજીયાત : વડોદરામાં અમલ શરૂ

હવે ઓનલાઈન વેબ ચેક-ઈન કરાતા મુસાફર માત્ર ૪૫ મિનિટ એરપોર્ટ પર આવી શકશે

વડોદરા:દેશના તમામ એરપોર્ટ ઉપર મુસાફરો માટે વેબ ચેકઈન ફરજિયાત કરી દેવાયું છે અને તેનો અમલ કરાઈ રહ્યો છે, વડોદરા એરપોર્ટ ઉપર હાલ અમલ ચાલુ છે જેનાથી સમય બચી જશે.

દેશ તથા એરપોર્ટ ઉપર આવતા મુસાફરોને એરલાઇન્સમાં મેન્યુઅલ ચેક ઇન કરવા માટે બે કલાક પહેલા આવવાની ગાઈડલાઈન જાહેર થઈ હતી પરંતુ હવે ઓનલાઈન વેબ ચેક-ઈન ફરજિયાત કરાતા મુસાફર માત્ર ૪૫ મિનિટ એરપોર્ટ પર આવી શકશે. આ સાથે મુસાફરે પોતાનો બોર્ડિંગ પાસ ઓનલાઇન લેવાનો રહેશે જો એરપોર્ટ ઉપર આવી પ્રિન્ટ કરાવવાનું કહેશે તો વડોદરા એરપોર્ટ પર ખાનગી એરલાઈન્સ દ્વારા સો રૂપિયા ચાર્જ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે એર ઇન્ડિયા દ્વારા આવો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ

 અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા એરપોર્ટ ઉપર મેન ગેટની સીટી એન્ટ્રી માટે પણ મોબાઇલમાં ટિકિટ બતાવીને સોશિયલ ડિસ્ટન્સથી એન્ટ્રી આપવામાં આવી રહી છે

(10:45 am IST)