Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો અને રાત્રી કર્ફ્યુને કારણે ફરી લોકડાઉનની અફવા : વલસાડ જિલ્લામાંથી શ્રમિકો વતન ભણી

વાપી સહિત દમણ અને ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા શ્રમિકોએ પગપાળા સ્થળાંતર ચાલુ કરી દીધું: ખાનગી લકઝરીમાં વતન જવા નેશનલ હાઇવે પર પહોંચ્યા

વલસાડ : રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન આવવાની ફેલાયેલી અફવાને કારણે વલસાડ જિલ્લામાંથી ફરી એકવાર શ્રમિકો મોટી સંખ્યામાં પગપાળા સ્થળાંતર ચાલુ કરી દીધું હોવાના અહેવાલ સામે આવ્યા છે.

 રાજયમાં કોરોનાના કેસો વધી જતાં સરકારે મહાનગરો માં લગાવેલા રાત્રી કરફ્યૂ અને બસ સેવા સર્વિસ બંધ કરાતા હવે પછીના તબક્કામાં ફરી લોકડાઉન આવશે તેવો ડર આ શ્રમિકો માં જોવા મળી રહ્યો છે અને વાપી સહિત દમણ અને ઔદ્યોગિક વસાહતો માં કામ કરતા શ્રમિકો પોતાના બિસ્તરા પોટલા લઈ ભાગી રહ્યા છે.

 અગાઉ અચાનક આવેલા લોકડાઉન ને લઈ શ્રમિકોએ અગાઉ લોકડાઉનમાં વેઠેલી હાલાકી ફરી વેઠવી ન પડે તે માટે વતન તરફ પલાયન શરૂ કર્યું છે. વાપી અને દમણની કંપનીમાં કામ કરતાં શ્રમિકો સોમવારે ખાનગી લકઝરીમાં વતન જવા નેશનલ હાઇવે પર પહોંચ્યા હતાં. કેટલાક ને ટિકિટ ન મળતા તો કેટલાક ને ખાનગી બસ નું ભાડું વધુ લાગતા વાપીથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ તરફ શ્રમિકો જઇ રહ્યાં છે.

(12:43 pm IST)