Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદ ક્રાઇમના પૂર્વ કર્મચારીએ ખંભાતના પીઆઇ ડી. એસ. ગોહિલ સહિત ૧૪ સામે ફરિયાદ

દુકાનનો કેસ ચાલતો હોવા છતાં ગેરકાયદે કબ્જો લેવા માર મારીને ધમકી દીધીઃ ૩ લાખનો સામાન લૂંટી ગયા

રાજકોટ તા. ર૪ :.. અમદાવાદ ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ખંભાતમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા ડી. એસ. ગોહીલ સહિત ૧૪ સામે આણંદ જીલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દુકાનનો કબ્જો મેળવવા મારમારીને ધમકી આપ્યાની ફરીયાદ કરતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણાનગર પાસે, નીજામપુરા વડોદરામાં રહેતા રિમાક્ષીબેન ભાવીનભાઇ પટેલે તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીને જણાવ્યું છે કે,  પોલીસ ઇન્સ્પેકટર ડી.એસ. ગોહિલ, મફતભાઇ ઉર્ફે મફો ડોન વજાભાઇ ભરવાડ-ગામ વાલોત્રી, તા. માતર જી. ખેડા, કરમણભાઇ ભરવાડ-ગામ તારાપુર, તા.તારાપુર જી. આણંદ, ગોવિંદભાઇ નારણભાઇ ભરવાડ- ગામ તારાપુર તા. તારાપુર જી. આણંદ, રાજુભાઇ ખેંગારભાઇ ભરવડા , વિઠ્ઠલભાઇ ભરવાડ-ગામ તારાપુર તા.તારાપુર, જી. આણંદ, વિજયભાઇ ભોકળવા-કુમાર શાળા પાછળ ગામ તારાપુર, તા. તારાપુર, જી. આણંદ, મહેશભાઇ ભરવાડ જેસીબી વાળા -મોટી ચોકડી ગામ તારાપુર તા.તારાપુર જી. આણંદ, કાનજીભાઇ વજાભાઇ ભરવાડ, વિશાલ ભરવાડ, ગોપાલ ભરવાડ, કાળુભાઇ ભરવાડ-ગામ દલોલી, તા.માતર જી. ખેડા, વિજયભાઇ ભરવાડ-ઇન્દીરા કોલોની ગામ તારાપુર તા. તારાપુર, જી.આણંદ, પુનાભાઇ ભરવાડ-ગામ ઇસનપુર તા. તારાપુર, જી. આણંદ સહિતનાએ દુકાનનો ગેરકાયદે કબ્જો લવા મારામારી કરી હતી.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે પી.આઇ.ડી.એસ.ગોહીલ અને તેમની સાથેના રપ થી ૩૦ જેટલા માણસો પુર્વ આયોજીત કાવતરા રચી તેઓના હાથમાં લાકડીઓ અને ડાંગો જેવા હથિયારો સાથે તેમજ જેસીબી મશીન લઇ એકી સાથે રાતના સમયે અમારી તારાપુર ચોકડી પાસે સર્વે નં.૪૬૯/પૈકી ૧ વાળી જમીનમાં આવેલ દુકાનોની સીવીલ કોર્ટમાં મુદત ચાલતી હોવા છતા અને દુકાનોનો કબજો અમારી પાસે હોવા છતા ગેરકાયદેસર રીતે અમારી દુકાનોનો કબજો મેળવી લેવા દુકાનોમાં જેસીબી મશીન સાથે ઘુસી આવી તેમજ અમારી કરીયાણાની દુકાનમાંથી આશરે બે થી ત્રણ લાખનો સામાન લુટી લઇ જઇ તેમજ મારો હાથ પકડી મને ઢસડી મને તથા મારા ભાઇ આષીશને માર મારી ઇજાઓ કરેલ હોય મારી આ તમામ વિરૂદ્ધમાં કાયદેસર તપાસ થવા ફરીયાદ કરી છે તપાસ એમ.વી.ચાવડા, ઇ.પોલીસ ઇન્સ્પેકટર, તારાપુર પોલીસ સ્ટેશન આણંદ જીલ્લાએ હાથ ધરી છે.

(3:52 pm IST)