Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સુરતના અમરોલી વિસ્તારમાં રીક્ષા લઈને જતા પ્રૌઢને ટ્રકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

સુરત: શહેરની સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડિંડોલીના રામ પાર્ક પાસે અંબિકા નગરમાં રહેતા 57 વર્ષીય રાજેશભાઈ આઠગે ગઈકાલે સાંજે રિક્ષા લઈને અમરોલી વિસ્તારમાં સન્ડે રેસીડેન્સીમાં તેમના સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા પણ અચાનક રસ્તો ભૂલી જતા કોસામાં એસ.એમ.સીના આવાસ ઘુસી ગયા હતા ત્યારે ત્યાં લોડિંગ કરેલો ટેમ્પા સાથે રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજેશભાઈને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ તેમને એક સંતાન છે. તે રિક્ષા ચલાવતા હતા. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)