Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વિકલાંગ બાળક જન્મતા સ્ત્રીને ૩.૩૯ લાખ ચૂકવવા આદેશ

ધ્યાન રાખજો નસબંધીનું ઓપરેશન પણ નિષ્ફળ જાય છે : PHSના હેલ્થ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય કમિશનર, જિલ્લા કલેક્ટરે રકમ ચુકવવી પડશે

અમદાવાદ, તા. ૨૫ :નસબંધીનું ઓપરેશન કર્યા પછી સામાન્ય રીતે કપલ વણજોઈતી ગર્ભાવસ્થા અંગે નિશ્ચિત બની જતા હોય છે. જોકે પછી જ્યારે પાછળથી ખબર પડે કે તેમને બાળક રહી ગયું છે તેટલું જ નહીં પરંતુ આ વણજોઇતા ગર્ભનું એબોર્શન કરવાનું પણ ના પાડવામાં આવે અને બાળક ખોડખાપણ સાથે જન્મે ત્યારે માતાપિતાની સ્થિતિ ખૂબ જ કફોડી થતી હોય છે. ગાંધીનગરના કલોલમાં આવો જ એક કેસ સામે આવ્યો છે જેમાં ૫ બાળકોની માતાને નસબંધીનું ઓપરેશન કરાવ્યા બાદ પણ બાળક રહી ગયું હતું અને તંત્ર દ્વારા એબોર્શન ન કરાતા બાળક તો જન્મ્યું પરંતુ તે પણ વિકલાંગતા સાથે જેના સંદર્ભે કોર્ટમાં કેસ થતા કોર્ટે આરોગ્ય વિભાગ અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને પીડિત મહિલાને રુ. ૩.૩૯ લાખ રુપિયા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

કોર્ટે ઓથોરિટીને આદેશ કરતા પીડિત મહિલાને વળતર ચૂકવવા અને બાળક જ્યાં સુધી ૧૮ વર્ષનું ન થાય ત્યાં સુધી પ્રતિ મહિને રુ. ૧૫૦૦ તેની સારસંભાળના ખર્ચ પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે જ મહિલાને આ કારણે ભોગવવા પડેલા માનસિક તાણ અને કોર્ટ કેસના ખર્ચ પેટે અનુક્રમે રુ. ૧૦૦૦૦ અને રુ. ૫૦૦૦ ચુકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટના આદેશ મુજબ પીએચએસના હેલ્થ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય કમિશનર અને જિલ્લા કલેક્ટર મારફત મહિલાને આ રકમ ૬ ટકાના વ્યાજ સાથે ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.

ગાંધીનગરના કલોલના શેરિસા ગામના રહેવાસા પ્રેમિલા ઠાકોરે ફેબ્રુઆરી ૨૦૦૭માં નસબંધી માટેનું ઓપરેશન કરાવ્યું હતું. જોકે કોઈ કારણોસર મહિલા ફરી પ્રેગ્નેન્ટ થી હતી. આ જાણીને આશ્ચર્યમાં પડેલી મહિલાએ પોતાના ગામની નજીક આવેલ હાજીપુર પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં જઈને ગર્ભપાત માટે અરજી કરી હતી. જોકે અહીંથી મહિલાને પ્રાઈવેટ દવાખાને જવા માટે કહેવામાં આવ્યું હતું જે તે સમયે ગર્ભપાત માટે રુ. ૯૦૦૦ ચાર્જ કરતા હતા. મહિલાએ જણાવ્યું કે પોતે આટલા રુપિયા ખર્ચ કરી શકે નહીં. પરંતુ કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી અંતે તેણે ૨૦૦૯માં બાળકને જન્મ આપ્યો હતો. આ બાળક ૭૫ ટકા જેટલી વિકલાંગતા ધરાવતું હતું. જે બાદ ઠાકોરે હાજીપુર પીએચસીના મેડિકલ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય કમિશનર, જિલ્લા કલેક્ટર તેમજ ઇન્સ્યોરન્સ કંપની જે નસબંધી નિષ્ફળ જતા રુ. ૩૦૦૦૦ ચૂકવવા માટે બંધાયેલી હતી આ તમામ સામે કેસ દાખલ કર્યો હતો. મહિલાએ કોર્ટેને કહ્યું કે તેને હવે વધારે સંતાન નહોતું જોઈતું અને તેમ છતા બાળકને જન્મ આપવો પડ્યો. જે તેના માટે માનસિક અને શારીરિક તાણ આપતી ઘટના હતી. ઉપરથી તેનું આ સંતાન વિકલાંગતા સાથે જન્મતા હવે તેના ઉછેર માટે વિશેષ કાળજી રાખવી પડશે. આ તમામ માટે પ્રેમિલા ઠાકોરે તેનું આ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી પ્રતિ મહિને રુ. ૧૫૦૦ તેના ઉછેર માટે તેમજ ડોક્ટરની બેદરકારીના કારણે નસબંધી નિષ્ફળ જતા ગર્ભ રહી જતા અને ત્યાર બાદ એબોર્શન ન કરી શકવાની અસમર્થતા માટે તેણે છઠ્ઠા બાળકને પણ જન્મ આપવો પડ્યો અને હવે તેનું ભરણપોષણ કરવું પડશે આ માટે તેણે વળતર પેટે

(7:50 pm IST)