Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુરત નવી સિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા હેડ નર્સ રશ્‍મિબેન પટેલ સંક્રમિત થતા અવસાન પામ્‍યા : સ્‍વ.ના પરિવારજનોને કેન્‍દ્ર સરકાર દ્વારા રૂ.પ૦ લાખની સહાય

સુરત : અહીંની નવી સિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા હેડ નર્સ રશ્‍મિબેન પટેલ દર્દીઓની સેવા દરમિયાન સંક્રમિત થતા અવસાન પામ્‍યા હતા.

રાજયભરમાં કોરોના મહામારી સામે ડોકટરો, નર્સિગ સ્ટાફ સહિતના આરોગ્ય કર્મીઓ ખડેપગે કોરોના દર્દીઓની સેવા કરી રહયા છે. સેવા કરતાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા કોરોના વોરિયરના પરિજનોને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

મૂળ નવસારીના અમલસાડના વતની અને સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા હેડ નર્સ( Head Nurse) સ્વ.રશ્મિતાબેન પટેલનું 20 જુલાઇના રોજ કોરોના સંક્રમણના કારણે નિધન થયું હતું. રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તત્કાલ દરખાસ્ત મોકલ્યા બાદ માત્ર 10 દિવસના ટુંકાગાળામાં સહાય મંજુર કરવામાં આવી હતી.

નવસારીના સાંસદ અને ભાજપના સાંસદ સી.આર.પાટીલના હસ્તે દીન બંધુ સોસાયટી, ભટાર રોડ ખાતે તેમના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે  સિવિલ હોસ્પિટલમાં 90 જેટલો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત થયો હતો.  જેમાંHead Nurse રશ્મિતાબેન પટેલ અને સ્વ.સુનિલ નિમાવતનું નિધન થયું હતું. સ્વ.સુનિલ નિમાવતની સહાય આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજયમાં કોરોના કારણે મૃત્યૃ થયેલા બે નર્સિંગ સ્ટાફના પરિવારજનોને અત્યાર સુધીમાં સહાય અપાઇ છે.

 

(9:42 pm IST)