Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજકોટ - સૌરાષ્ટ્રના દિગજ્જ નેતા ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂનો કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ

ગાંધીનગરમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના બંગલે પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુનભાઇ મોઢવાડિયા સહિતની ઉપસ્થિતિમાં ફરીથી કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ તા. ૨૫ : સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગજ્જ નેતા ઇન્દ્રનીલભાઈ રાજયગુરૂનો કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ થયો છે ગત સાંજે ગાંધીનગરમાં વિપક્ષનેતા પરેશ ધાનાણીના બંગલે પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અર્જુનભાઈ મોઢવાડીયા સહિતની ઉપસ્થિતિમાં ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.કોંગ્રેસના પૂર્વ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂની કોંગ્રેસમાં ઘરવાપસી થઇ ગઇ. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે જુના સાથી ઈન્દ્રનીલ રાજગુરૂને આવકારાયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી સચિવ રાજીવ સાતવની હાજરીમાં તેમનો પક્ષમાં પુનઃપ્રવેશ કરાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા.

ઇન્દ્રનીલ રાજગુરૂની આશરે ત્રણ વર્ષ વબાદ કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. તેમણે ૨૦૧૭દ્ગક ચૂંટણીઓ બાદ મનદુઃખ થતાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.નોંધનીય છે કે ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટના કોંગ્રેસના પૂર્વ નેતા હતા. તાજેતરમાં રાજયસભાની ચંટણીઓ પહેલા કોંગ્રેસના ૬૫ ધારાસભ્યોને ઇન્દ્રનીલે પોતાના રાજકોટના રિસોર્ટમાં આશ્રય આપ્યો હતો. જેના કારણે રાજકોટ પોલીસે લોકડાઉનનો ઉલ્લંઘન કરી પોતાની માલિકીની સિટી કલબમાં કોંગી ધારાસભ્યોને આશ્રય આપવા બદલ કેસ પણ નોંધાયો છે.

(11:41 am IST)