Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

એસ.જી. હાઈવે પરના શંભુ કોફી,કિચન એન એન્જીનીયર્સ, ડોન કા અડ્ડા તેમજ રતલામ કોફી શોપ સહિત 6 કોફે સીલ

કોવિડ 19ની ગાઇડલાઈનનો ભંગ કરવા બદલ સીલ મારી દીધા

અમદાવાદ : શહેરના એસ.જી. હાઈવે પર આવેલા ચાર યુનિટોને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા મોડીરાત્રે સીલ મારી દીધા છે. જેમાં એસ.જી. હાઈવે પર આવેલા શંભુ કોફી,કિચન એન એન્જીનીયર્સ, ડોન કા અડ્ડા તેમ જ રતલામ કોફી શોપ સહિત 6 કોફેને સીલ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યના અધિક મુખ્ય સચિવ અને AMC ના કોરોના અટકાવવા માટે નિયુક્ત IAS ડો. રાજીવકુમાર ગુપ્તાએ ગઈકાલે જ એસ.જી.હાઈવે, સિંધુ ભવન રોડ વગેરે સ્થળોએ યુવાનો ભેગા થઈને સોશિયલ ડિસ્ટનસિંગ તથા માસ્ક વગર ફરતા હોવાની વાત કરી હતી અને મ્યુનિ. કોર્પોરેશનની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરીને ઉપરોક્ત ચારેય યુનિટને કોવિડ 19ની ગાઇડલાઈનનો ભંગ કરવા બદલ સીલ મારી દીધા હતા.

(1:08 am IST)