Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજસ્થાનમાં અનામત આંદોલનના મામલામાં અમદાવાદ-ઉદેપુર હાઇવે પર ચક્કાજામ કરાયો

ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન: મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો એકઠા થયા

અમદાવાદ : શિક્ષણ ભરતીમાં અનામતની માંગને લઈને છેલ્લા 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈવે 8 પાસે કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે આ વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. ત્યારે રાજસ્થાન ના આ આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે. તેમજ મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા.

  ગઈકાલે રાજસ્થાનમાં કાંકરી ડુંગરી પાસે હિંસા થઈ હતી. આ પથ્થરમારામાં 4 થી વધુ ગાડીઓ સળગાવાઈ હતી. રાજસ્થાનમાં અનામત આંદોલનનો મામલામાં અમદાવાદ-ઉદેપુર હાઇવે ગત રાત્રિથી બ્લોક કરાયો છે. આ કારણે નેશનલ હાઇવે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. શામળાજી તરફ આવતા ટ્રાફિકને અંબાજી તરફ ડાયવર્ટ કરાયો છે. હિંસા અને તંગદિલી મામલે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શામળાજી આશ્રમ ચોકડીથી વાહનો ડાયવર્ટ કરાયા છે

(11:33 am IST)