Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજયની મહેસૂલી આવક સામે કરવેરા આવકની ટકાવારી ગતવર્ષે ૫૮.૯૦ ટકાએ પહોંચી

રાજય સરકારની સિધ્ધિઓનો સંક્ષિપ્તમાં સારાંશ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ  ૨૦૧૮-૧૯ દરમિયાન ગુજરાતની રૂ.૨,૩૨, ૩૨૯ની માથાદીઠ આવક રૂ.૧,૪૨, ૭૧૯ની અખિલ ભારતીય આવક કરતાં ઉંચી હતી. ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમ, ૨૦૦૫ હેઠળ નિયત કરેલા મુખ્ય નાણાકીય ચલાંકોના તમામ લક્ષ્યાંકો હાંસલ કર્યા હતા. રાજય ૨૦૧૧-૧૨થી મહેસૂલી પુરાંત ધરાવે છે. જીએસડીપીની સામે રાજકોષીય ખાદ્યનો ૧.૭૬ ટકાનો ગુણોત્તર અને જાહરે ઋણનો ૧૬ ટકાનો ગુણોત્તર ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમ, ૨૦૦૫ હેઠળ નિયત કરવામાં આવેલા લક્ષ્યાંકોથી નીચા રહ્યા હતા.

૨૦૧૮-૧૯ દરમિયાન રૂ.૪,૬૯૯ કરોડની રાજયની વણચુકવાયેલ બાંયધરીએ ગુજરાત રાજય બાંયધરી અધિનિયમ, ૧૯૬૩ હેઠળ નિયત કરેલી રૂ.૨૦,૦૦૦ની મર્યાદાથી ઘણી નીચી હતી. રાજયની માલિકીની તમામ ચાર ઉર્જા વિતરણ કંપનીઓએ (DISCOMS) ૨૦૦૫-૦૬માં નાણાકીય કાયાપલટ હાંસલ કરી લીધી હતી અને રાજય સરકાર દ્વારા ઉજજવલ ડિસ્કોમ એસ્યોરન્સ યોજના (ઉદય) હેઠળ કોઈ નાણાકીય સહાય પુરી પાડવામાં આવતી નથી.

રાજયની કરવેરા આવકે ૨૦૧૪- ૧૯ દરમિયાન રૂ.૬૧,૩૪૦ કરોડથી રૂ.૮૦,૧૦૩ કરોડ થઈને વધારાનું વલણ દર્શાવ્યુ હતું. રાજયની મહેસૂલી આવકની સામે કરવેરા આવકની ટકાવારી ૨૦૧૭-૧૮માં ૫૮.૦૩ ટકા હતી તે વધીને ૨૦૧૮-૧૯માં ૫૮.૯૦ ટકા થઈ હતી.

રાજયની બજાર લોનની પરત ચૂકવણી માટે કુશન પુરૂ પાડવા માટે એકત્રિત ડૂબત ભંડોળની સ્થાપના કરવાની અને કોઈપણ આકસ્મિત જવાબદારીઓને સેવા પુરી પાડવા માટે કુશન પુરૃં પાડવા માટે બાંયધરી મુકિત ભંડોળની પણ રચના કરીને વધુ સારા રાજકોષીય વ્યવસ્થાપન માટે પહેલ પણ કરી હતી.

મૂડી ખર્ચ ૨૦૧૭- ૧૮માં રૂ.૨૬,૩૧૩ કરોડ હતો તે વધીને ૨૦૧૮- ૧૯માં રૂ.૨૮,૦૬૨ કરોડ થયો હતો અને ૨૦૧૮- ૧૯ દરમિયાન કુલ જાહેર ઋણની આવક (રૂ.૪૩,૧૪૬ કરોડ)ના ૬૫ ટકા જેટલી થતી હતી. રાજયના કુલ ખર્ચની સામે મૂડી ખર્ચની ટકાવારી ૧૭.૨૬ ટકા રહી હતી.

(3:43 pm IST)