Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજયના ગામડા પણ બની રહ્યા છે હોટસ્પોટ!

રાજયમાં હવે ગામડાંઓ પણ આવી રહ્યાં છે કોરોનાના ઓછાયા હેઠળઃ મનપા વિસ્તારમાં ૬૮૬ કેસ જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૭૨૨ કેસ નોંધાયા

રાજકોટઃ તા.૨૫, રાજયમાં ૨૪ કલાકમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વધવા સાથે નવા પોઝિટિવ હોય તેવા ૭૨૨ કેસ વધી ગયા છે. જયારે મહાપાલિકા વિસ્તારમાં ૬૮૬ કેસો વધ્યા છે.

 ગાંધીનગરમાં આરોગ્ય વિભાગનાં સત્ત્।ાવાર સૂત્રોની મળેલી માહિતી મુજબ, ૨૪ કલાકમાં રાજયમાં ગઇકાલે ગુરુવારે નવા ૬૧૯૦૪ ટેસ્ટ કરાયા છે. જેના પગલે નવા ૧૪૦૮ દર્દી પોઝિટિવ આવ્યા છે. જયારે તેની સામે ૧૫૧૦ દર્દી સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી છે. જેના પગલે દર્દીઓનો સાજા થવાનો દર વધીને ૮૪.૬૯ થયો છે. અત્યાર સુધીમાં ૧૦૯૨૧૧ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

 નવા ૧૪૦૮ દર્દી પૈકી મહાપાલિકા વિસ્તારમાં ખાસ કરીને સુરત મનપામાં ૧૭૬ કેસ, અમદાવાદ મનપામાં ૧૫૬, રાજકોટ મનપામાં ૧૦૨, જામનગર મનપામાં ૯૧, વડોદરા મનપામાં ૯૧, ગાંધીનગર મનપામાં ૨૭, ભાવનગર મનપામાં ૨૫ અને જૂનાગઢ મનપામાં ૧૮ કેસ નોંધાયા છે. આમ, એકંદરે મનપા વિસ્તારમાં રાજયમાં ૬૮૬ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૭૨૨ કેસ નોંધાયા છે.

 રાજયમાં ગઇકાલે ગુરુવારે ૧૪ દર્દીનાં મૃત્યુ થયાં છે. જેમાં અમદાવાદ મનપામાં ૩, સુરત જિલ્લામાં ૩, રાજકોટ મનપામાં ૨, સુરત મનપામાં ૨, ગાંધીનગર મનપામાં ૧, રાજકોટ જિલ્લામાં ૧, વડોદરા જિલ્લામાં ૧ અને વડોદરા મનપામાં ૧ એમ કુલ ૧૪ દર્દીનાં મૃત્યુ થયાં છે. અત્યાર સુધીમાં રાજયમાં ૩૩૮૪ દર્દીનાં મૃત્યુ થયાં છે. ૨૪ કલાકમાં નવા ૬૧,૯૦૪ ટેસ્ટ કરાયા છે. જયારે અત્યાર સુધીમાં ૪૦,૪૮,૨૭૪ ટેસ્ટ કરાયા છે. જયારે ૫,૯૮,૯૯૬ વ્યકિતને કવોરન્ટાઈન કરાયા છે. હાલમાં રાજયમાં ૧૬૩૫૪ દર્દી સારવાર લઈ રહ્યા છે. જેમાં વેન્ટિલેટર ઉપર ૮૯ દર્દી છે. આ ઉપરાંત તે પૈકી જ ૧૬૨૬૫ દર્દીની તબિયત સ્થિર છે. 

(4:10 pm IST)