Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

શિક્ષણમંત્રીશ્રીની સ્પષ્ટતા અમદાવાદની મણીનગરની તામિલ હાઈસ્કુલના વર્ગો બંધ થયા છે : શાળાની માન્યતા ચાલુ છે : છેલ્લા પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૮૪, 22, ૫૯ હતી તે ઘટીને ૩૧ થતાં લેવાયો નિર્ણય

ગાંધીનગરઃ રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, અમદાવાદના મણિનગર ખાતેની તામિલ હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં વર્ગો બંધ થયા છે. શાળાની માન્યતા ચાલુ છે.

શિક્ષણમંત્રીશ્રીએ અમદાવાદની આ શાળા બંધ થઈ એવા મીડિયામાં સમાચારો આવ્યા છે તે સંદર્ભે કહયું કે, આ શાળામાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે, વર્ષ ૨૦૧%થી આજ સુધીમાં ૮૪, ૬૬, ૫૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં તે ઘટીને આજે ૩૧ની સંખ્યા થઈ છે. એટલે વર્ગો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. શાળાની માન્યતા તો હાલ ચાલુ છે. આ શાળામાં હાલ બે શિક્ષક અને એક સેવક ફરજ બજાવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ તામિલ શાળામાં તા.૨૭/૦ર/૨૦ર૦ના રોજ ધોરણ-૯ થી ૧રના તમામ વર્ગોમાં વિદ્યાર્થીની સંખ્યા ૩૫ હતી. તે સંદર્ભે શિક્ષણ વિભાગના તા.૦૮/૦૩/ર૦૧૧ના ઠરાવ મુજબ વર્ગદીઠ સરાસરી હાજરી ૩% જળવાતી ન હોવાથી  ધોરણ-૯ થી ૧રના તમામ વર્ગો બંધ કરવાના આદેશ કર્યા હતાં. આ સમયગાળા દરમ્યાન કોવિડ-૧૯ના કારણે યથાવત પરિસ્થિતિ જળવાઈ રહી હતી. જેને ઘ્યાને લઈને વિધાર્થી સંખ્યા વધારવા માટે પણ સૂચન કરાયું હતું. ત્યારબાદ તા.૨૫/૦ર/ર૦ ના રોજ કમિશનરશ્રી, શાળાઓની કચેરી ઘ્વારા પુનઃ સુનાવણી તા.૧૭/૦૭/ર૦ના રોજ કરાઈ હતી. જેમાં ધોરણ-૯ થી ૧૨ની કુલ વિદ્યાર્થી સંખ્યા ૩૧ હોવાથી શાળાના તમામ વર્ગો બંધ કરવાનો નિયમોનુસાર નિર્ણય કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું છે.

(4:49 pm IST)