Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અડાલજના ક્રિષ્‍ના ફાર્મમાં બર્થ-ડે પાર્ટીમાં દારૂની રેલમછેલઃ 13 યુવક-10 યુવતિઓની હાજરીઃ દારૂ પીધેલા યુવાનોને પકડી લેવાયાઃ યુવતિઓને પૂછપરછ કરી જવા દેવાઇ

અમદાવાદ: શહેરને અડીને આવેલા અડાલજના ક્રિષ્ના ફાર્મમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે રેડ કરીને 13 યુવક અને 10 યુવતીઓને ઝડપી લીધા હતા. પત્નીની બર્થ ડે પાર્ટી કરવા મિત્રોને ભેગા કરી દારૂની મહેફિલ કરવામાં આવી હતી. પોલીસે રેડ પાડતા યુવકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જ્યારે યુવતીઓ દારૂ પીધેલો નહી હોવાના કારણે પોલીસે તેમની પ્રાથમિક વિગતો મેળવીને તેમને જવા દીધી હતી.

દારૂની મહેફિલમાં ઝડપાયેલા આોપીમા અમદાવાદનાં કાપડ અને કરિયાણાનાં વેપારીઓ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં દારૂની 5 ખાલી બોટલ, 1.76 લાખની કિંમતનાં 11 ફોન, ઓડી અને એમજી હેક્ટર જેવી ગાડીઓ થઇને 39 લાખની 8 કાર સહિત કુલ 40.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદની એક યુવતીનો જન્મ દિવસ હોવાથી બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસે યુવતીઓની ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટીએ 20 યુવતીઓ દારૂના નશામાં નહી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો નથી. જો કે તેમના બ્લડ સેમ્પલ લેવાયા છે. જેના રિપોર્ટના આધારે જરૂર જણાશે તો આરોપીઓમાં વધારો કરશા. હાલ તો પોલીસે 13 આરોપીઓને ઝડપી લીધા છે. પ્રોહીબિશન એક્ટ, એપેડેમિક ડિસીઝ એક્ટ અનુસાર ગુનો દાખલ કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ...

(1) હિતેશ રમેશભાઈ જૈન, 29 વર્ષ, બી-43 ઓરચીડ ગ્રીન, શાહીબાગ

(2) પ્રિન્સ લલીતકુમાર સાલેચા, 27 વર્ષ, 16-1 ગીરધરનગર સોસા., શાહીબાગ

(3) ભાવીન જયંતીભાઈ જૈન, 28 વર્ષ, 303-પાશ્વનાથ એપાર્ટમેન્ટ, શાહીબાગ

(4) રાહુલ દિનેશભાઈ મહેતા, 28 વર્ષ, 1002-આદેશ્વર ટાવર, શાહીબાગ

(5) અંકિત રમેશભાઈ જૈન, 28 વર્ષ, બી-301, કેદાર ટાવર, શાહીબાગ

(6) શ્યામ નકુલ જૈન, 27 વર્ષ, 20-ચંદન ગાલા રામનગર, સાબરમતી

(7) રોહન રમેશભાઈ જૈન, 28 વર્ષ, 4-રિટાપાર્ક, શાહીબાગ

(8) જીનેશ નરવીલલાલ જૈન, 31 વર્ષ, એ-92 ઓર્ચીડ ગ્રીન, શાહીબાગ

(9) હર્ષ ભવરલાલ શાહ, 29 વર્ષ, બી-3 સોમ એપાર્ટમેન્ટ, શાહીબાગ

(10) આદિત્ય અરવિંદકુમાર જૈન, 31 વર્ષ, એ-001 શગુન જ્યોતી એપા. શ્યામલ ચાર રસ્તા

(11) ભાવેશ સુરેશભાઈ ભણસાલી, 25 વર્ષ, જી-23 ઓર્ચીડ ગ્રીન્સ, શાહીબાગ

(12) વિમલ મહાવીર જૈન, 26 વર્ષ, એ-601 અનમોલ ટાવર, શાહીબાગ

(13) રોનક રાજેન્દ્રભાઈ શાહ, 31 વર્ષ, 133, સે-3 સર્વપરી સોસા. ઘાટલોડીયા

(5:14 pm IST)
  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST

  • અભૂતપૂર્વ ઘટના!! : ઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી :દક્ષિણ કોરીયાના ઓફીસરની હત્યા કરવા માટે એક અભૂતપૂર્વ ઘટનામાં ઉત્તર કોરીયાના સરમુખત્યાર કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી હોવાનું દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિની ઓફીસે જાહેર કર્યું છે. દ. કોરીયાએ કહેલ કે ૪૭ વર્ષનો વ્યકિત ઉત્તર કોરીયા જવા માગતો હતો ત્યારે તેને ફુંકી મારવામાં આવેલ. ઉત્તર કોરીયાએ પોતાના રાષ્ટ્રમાં કોરોના આવતો અટકાવવા માટે 'શુટ ટુ કીલ'ની નીતી અપનાવી છે. દ.કોરીયાના રાષ્ટ્રપતિ મુનને પત્ર પાઠવી કીમ-જોંગ ઉને માફી માગી લખ્યુ છે કે આવુ બનવુ જોઇતુ ન હતુ. ઉ-કોરીયાએ વિગતો જાહેર કરતા લખ્યુ છે કે આ વ્યકિત ઉપર ૧૦ શોટફાયર કરાયેલા. access_time 2:32 pm IST

  • નોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST