Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

વડોદરા: કારેલીબાગ આર્યકન્યા રોડ નજીક એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર તાંદલજાના યુવકને પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા: શહેરના કારેલીબાગ આર્યકન્યા રોડ પર લોકોની અવરજવર ચાલતી હતી ત્યારે એટીએમ તોડવાનો પ્રયાસ થતાં પોલીસે એટીએમ તોડવા આવેલા તાંદલજાના યુવકને ઝડપી પાડયો છે.

ગઇ તા.૨૨મીએ રાત્રે આઠેક વાગ્યાના અરસામાં આર્ય કન્યા રોડપર લોહાણા ભવન સામે આવેલા યુનિયન બેન્કના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો.

એટીએમ તોડવા આવેલા ચોરે બોલ્ટ કાઢી મશીન આડુ પાડતાં દરવાજાનો કાચ તૂટયો હતો.બનાવ વખતે કેટલાક લોકો એકઠા થતાં યુવક ભાગી છૂટયો હતો.

અંગે બ્રાન્ચ મેનેજરે પોલીસ ફરિયા નોંધાવતા કારેલીબાગના પીએસઆઇ કેવી ચૌધરીએ સીસીટીવી ફૂટેજના આધારે મોહસીન ઘાંચી (રહે.ફૈઝ સ્કૂલ નજીક,તાંદલજા)ને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતાં તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી અપાયો છે.

(5:37 pm IST)