Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે લાડવેલ ચોકડી નજીક કારનો ફિલ્મીઢબે પીછો કરી 10 હજારના બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

ખેડા:જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લાડવેલ ચોકડી ઉપરથી ઈનોવા કારનો ફિલ્મીઢબે પીછો પકડીને કપડવંજ નજીક ઝડપી પાડીને તેમાં લઈ જવાતા બીયરના ૧૦ હજારના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

એલસીબીની ટીમે લાડવેલ ચોકડી ઉપર બેરીકેટ ગોઠવીને રોડ બ્લોક કરીને વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ઘરી હતી. દરમ્યાન બાલાસિનોરથી લાડવેલ ચોકડી તરફ આવતી એક સિલ્વર કલરની ઈનોવા ગાડી નં. જીજે-૦૧, એચએલ-૧૨૫૨નો ચાલક પોલીસને જોઈ ચાલકે પોતાની ગાડીને યુ-ટર્ન મારી બાલાસિનોર તરફના માર્ગે હંકારવા લાગ્યો હતો. પોલીસની ટીમે પીછો કરતાં ઈનોવા કાર ફાગવેલ થઈ કાપડીવાવ તરફના માર્ગે વળી હતી. જે બાદ પાંખીયાથી પરત કાપડીવાવવાળા રસ્તે થઈ લાડવેલ ચોકડી નજીક આવી કપડવંજ તરફ વળી ગઈ હતી.

(5:41 pm IST)