Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

મહેમદાવાદ તાલુકાના સણસોલી પાટિયા નજીક પુરપાટ ઝડપે અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારતા ચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ

મહેમદાવાદ: તાલુકાના સણસોલી ગામના પાટીયા નજીક માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ કોઈ અજાણ્યાં વાહનના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા એક્ટિવા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલ સાબરમતી ભુત બંગલા વિસ્તારમાં રહેતાં ૪૪ વર્ષીય નિતીનભાઈ શ્યામસુંદરભાઈ બારીયા ગતરોજ કોઈ કામ અર્થે આણંદ ગયાં હતાં. જ્યાં કામકાજ પતાવ્યાં બાદ રાત્રીના નવ વાગ્યાના અરસામાં તેઓ પોતાનું એક્ટિવા . જીજે- ૦૧, એફઝેડ-૫૩૧૪ લઈ ઘરે પરત જઈ રહ્યાં હતાં. ત્યારે મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામના પાટીયા નજીક માર્ગ zપરથી પુરપાટ ઝડપે પસાર થતાં કોઈ અજાણ્યાં વાહનના ચાલકે નિતીનભાઈના એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક્ટિવા પરથી ફંગોળાઈ રોડ પર પટકાયેલા નિતીનભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હોઈ સારવાર માટે મહેમદાવાદ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન નિતીનભાઈ શ્યામસુંદરભાઈ બારીયાનું મોત નિપજ્યું હતું.

(5:43 pm IST)
  • જંકશન-૧પ માં સતત ૩ દિ' થયા પાણીનાં ધાંધીયા : વોર્ડ નં. ૩ નાં જંકશન પ્લોટ શેરી નં. ૧પ માં સતત ત્રણ દિ' થયા પાણી અત્યંત ઓછુ આવતાં લતાવાસીઓમાં જબરો દેકારોઃ વાલ્વ બદલાવ્યો છતાં પાણી નહી આવતાં ઉગ્ર રજૂઆતો access_time 3:36 pm IST

  • પટણામાં પપ્પુ યાદવના કાર્યકર્તાઓની બેફામ ધોલાઇ કરતા ભાજપ કાર્યકર્તાઓઃ મોટો હંગામો : પપ્પુ યાદવની જનશકિત પક્ષના કાર્યકરો ખેડૂત વિરોધી ખરડાનો વિરોધ કરવા પહોંચતા જ ભાજપ કાર્યકર્તાઓ લાઠીઓ લઇ તૂટી પડયા હતાઃ બેફામ ધોલાઇ કરી : પપ્પુ યાદવના કાર્યકરો હાથ જોડી માફી માગતા નજરે પડેલ પણ ભાજપના કાર્યકર્તાઓએ ધોલાઇ ચાલુ જ રાખેલ access_time 12:51 pm IST

  • યુ.પી.એસ.સી.પરીક્ષાની તારીખ ફેરવવા સુપ્રીમ કોર્ટની આયોગને નોટિસ : 20 પરીક્ષાર્થીઓએ દાખલ કરેલી પિટિશનના અનુસંધાને જવાબ માંગ્યો : સમગ્ર દેશમાં કોવિદ -19 ,વરસાદ ,પાણીના પૂર ,સહિતની આપત્તિઓ : પરીક્ષા કેન્દ્રો ઓછા હોવાથી 2 લાખ જેટલા પરીક્ષાર્થીઓ માટે નોકરીની તક ગુમાવવાનો ભય વ્યક્ત કરાયો access_time 11:09 am IST