Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

નર્મદા જિલ્લાના 6 મંડલમાં ભાજપા દ્વારા લોકડાઉન દરમિયાન થયેલા સેવાકાર્યોની ઈ બુકનું લોન્ચિંગ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીના આદ્યસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે આજે તેમની તસવીર પર પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ નર્મદા જિલ્લા ભાજપા ના 6 મંડલની ઈ બુક નું લોન્ચિંગ કરવામાં આવ્યું.હતું

 નર્મદા જિલ્લા ના રાજપીપળા શહેર,ડેડીયાપાડા,ગરુડેશ્વર તિલકવાડા, નાંદોદ અને સાગબારા તાલુકા દ્વારા લોકડાઉન દરમ્યાન 45 દિવસ સુધી સેવા કાર્યો કરવામાં આવ્યા જેમાં ખાસ કરીને અનાજની કીટ નું વિતરણ ,રાશન કીટ વિતરણ , માસ્ક વિતરણ,સેનેટાઇઝરની બોટલનું વિતરણ,ભૂખ્યાને ભોજન જેવા અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા જે વિસ્તારોમાં જે ચીજ વસ્તુ ની જરૂરિયાત ઉભી થાય તે રાજપીપળા શહેર ભાજપાના કાર્યકર્તાઓ પુરી પાડતા હતા.

 લોકડાઉનમાં લોકોને પડતી તકલીફોનું નિવારણ કાર્યકર્તાઓ કરતા જ હતા નર્મદા જિલ્લામાંથી પસાર થતા પ્રવાસી શ્રમિકો માટે પણ રહેવાની વ્યવસ્થા,જમવાની વ્યસ્થા હોઈ કે બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોઈ આ તમામ જરૂરિયાત પૂરી કરવામાં નર્મદા જિલ્લા ભાજપાના કાર્યકર્તા કદી પાછળ પડ્યા નથી ત્યારે આ તમામ સેવાકાર્યોની ઈ બુક પ્રદેશ ભાજપા ના આદેશ મુજબ આઈ ટી સોશિયલ મીડિયા દ્વારા બનાવવામાં આવી હતી જેનું લોન્ચિંગ સાગબારા મંડલનું ઘનશ્યામભાઈ દેસાઈના હસ્તે,રાજપીપળા શહેરની ઇ બુક નું લોન્ચિંગ જિલ્લાના મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું

 જયારે ગરુડેશ્વર મંડલ ની ઇ બુક નું લોન્ચિંગ પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી ના હસ્તે, તિલકવાડા ની ઈ બુક નું લોન્ચિંગ જ્યેન્દ્ર પ્રજાપતિ ના હસ્તે, ડેડીયાપાડા ઈ બુક નું લોન્ચિંગ પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા ના હસ્તે અને નાંદોદ મંડલ ની ઈ બુક નું લોન્ચિંગ નર્મદા સુગર ના ચેરમેન ઘનશ્યામ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ લોન્ચિંગ કાર્યક્રમ માં ડેડીયાપાડા ના પ્રમુખ માનસિંગભાઈ વસાવા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, મનજીભાઈ વસાવા,સાગબારા પ્રમુખ મોતીસિંગભાઈ વસાવા,યુવા મોરચા ના પ્રમુખ ચંદ્રકાંત લુહાર,રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહામંત્રી અજિત પરીખ,રાજેન્દ્ર પટેલ,મહિલા મોરચા ના મનીષા ગાંધી,નગર પાલિકા ના કોર્પોરેટર કિંજલ તડવી,પ્રતીક્ષા પટેલ,નાંદોદ મંડલ ના પ્રમુખ અરવિંદ પટેલ,મહામંત્રી અશોક વલવી, રંજનબા ગોહિલ,તિલકવાડા મંડલ પ્રમુખ બાલુભાઈ બારીયા નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જ્યેન્દ્ર પ્રજાપતિ, વલ્લભ ભાઈ જોશી સહિત ના કાર્યકર્તાઓ જોડાયા હતા.

(6:38 pm IST)