Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજપીપળા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પર સરકારી જાહેરનામા મુજબ સોસીયલ ડિસ્ટન્સનું સુરસુરીયું

જનસેવા કેન્દ્ર પર આવતા રોજના કેટલાય લોકો પૈકી અમુક તો માસ્ક વિના હોય છે સાથે સાથે એકબીજાને અડીને જ ઉભેલા જણાતા જાહેરનામા ના લિરા ઉડતા જોવા મળ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ઉપર આવક જાતી સહીતના દાખલા કઢાવવા આવતા રોજના કેટલાય અરજદારોની મોટી કતાર લાગતી હોય છે જેમાં હાલ લાગુ કરાયેલા જાહેરનામાંના લિરા ઉડતા જોવા મળી રહ્યા છે.ત્યાં પડતી મોટી લાઈનમાં ઉભેલા અરજદારો પૈકી અમુક તો માસ્ક વગર ના હોય છે અને એકબીજાને અડીને ઉભા હોવાથી આવી સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી શકયતા જણાય છે.
 એક તરફ આખા રાજ્ય માં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો કરે છે અને ખાસ મહત્વનું જાહેરનામું લાગુ હોય જેમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ હોવા છતાં તાલુકા કક્ષાની મામલતદાર કચેરી માંજ જો આવી ગંભીર બેદરકારી જોવા મળતી હોય તો સરકારના નિયમનું પાલન શુ ખાનગી સંસ્થાઓ અને આમ લોકો માટે જ લાગુ કરાયા છે.?

(6:41 pm IST)