Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામના આધેડ ખાટલા પર થી પડી જતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામના એક આધેડ વ્યક્તિ પોતાના ઘરે ખાટલા પર સુતા હતા ત્યારે અચાનક ખાટલા પરથી પડી જતા તેમનું મોત થયું હતું.
 પ્રાપ્ત માહિતી અનુસાર કંથરપુરા ગામના સુભાષભાઇ બાબુભાઇ બારીયા (ઉ.વ .૫૮) ગતરોજ બપોરે પોતાના ઘરે ખાટલામાં આરામ કરતા હતા એ વખતે અચાનક ખાટલામાંથી નીચે પડતા માથામાં ટાઇલ્સ વાગી જતા ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમનું મોત થયું હતું.તિલકવાડા પોલીસે આ બાબતે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(6:47 pm IST)
  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • બપોરે ૧૨-૩૦ વાગ્યે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થશે સાથોસાથ ગુજરાતની પેટાચૂંટણીઓની તારીખ પણ જાહેર થશે access_time 10:48 am IST

  • સેન્સેકસની ગજબની રમત : શેરબજારની માયાજાળ અદભુત છે. ગઇકાલે ૧૧૦૦ પોઇન્ટના કડાકા પછી આજે સવારે પ્રારંભમાં જ સેન્સેકસ લગભગ ૪૦૦ પોઇન્ટ (૩૯૫.૦૮) ઉચકાયો હતો અને નિફટી ૧૨૧ પોઇન્ટ ઉંચકાઇ હતી અને આ લખાય છે ત્યારે સવારે ૧૦.૨૭ કલાકે સેન્સેકસ ૨૬૨ પોઇન્ટ તથા નિફટી ૭૭.૯૦ પોઇન્ટ 'અપ' છે. access_time 11:29 am IST