Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઇમરાનખેડાવાલાનો એન્ટીજન ટેસ્ટ કોર્પોરેશને અમાન્ય રાખ્યો

પાલડી ખાતે અમપાની સભા યોજાઈ

ગાંધીનગર,તા.૨૫ : કોવિડ ૧૯ના કારણે પાંચેક મહિના બાદ આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ની માસિક સામાન્ય સભા ટાગોર હોલ પાલડી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જમાલપુર મત વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મેયર બિજલબેન પટેલે કોરોના રિપોર્ટના એન્ટીજન ટેસ્ટને અમાન્ય ગણીને બહાર કાઢ્યા હતાં. આ અંગે ઇમરાન ખેડાવાલાએ ટ્વિટ કર્યું કે, "મેયરની તાનાશાહી છે. તેમને મને સભામાં બેસવા દીધો નહીં. આ કોરોના રિપોર્ટ ગુજરાત સરકાર માન્ય રાખે તો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર કેમ માન્ય ના રાખે? મને એ સમજાતું નથી કે ગુજરાતના મુખ્યમંત્રી કરતાં પણ મેયર ઉપર છે.

            કોરોનાના કારણે છેલ્લાં પાંચેક મહિનાથી માસિક સામાન્ય સભા ઓનલાઇન યોજાતી હતી. પરંતુ બે દિવસ પહેલાં આ સભા ટાગોર હોલ પાલડી ખાતે યોજવાનું જાહેર કરાયું હતું. આ બેઠકને લઇને તમામ કાઉન્સિલરોને તેમના કોરોના ટેસ્ટ કરાવવા માટેની સૂચના જારી કરી હતી. ત્યારે ૨૩-૨૪ સપ્ટેમ્બરના રોજ ટાગોર હોલ ખાતે કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં નેગેટિવ રિપોર્ટ ધરાવનારા કાઉન્સિલરે જ બેઠકમાં હાજરી આપવાની રહેશે. જ્યારે પોઝિટિવ રિપોર્ટ ધરાવનારી વ્યક્તિએ માત્ર ઓનલાઇન બેઠકમાં હાજરી આપવાની રહેશે.

(9:35 pm IST)