Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્થાનિક સ્વરાજયની સંસ્થાની નવેમ્બર ર૦ર૦માં યોજાનાર ચૂંટણી મુલત્વી રાખવા માંગણી

ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા રાજય ચૂંટણી કમિશનરને લેખીત રજુઆત

ગાંધીનગર : ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મંડળે રાજયના ચૂંટણી કમીશનરને નવેમ્બર ર૦ર૦માં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બંધ રાખવા માંગણી કરી છે.

આગામી નવેમ્બર- -૨૦૨૦માં રાજયની જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીઓ યોજાનાર છે.હાલમાં કોરોનાની વૈશ્વીક મહામારીનું સંક્રમણ સમગ્ર દેશ તથા ગુજરાત રાજયમાં ખૂબ જ વધી રહેલ છે. રાજયમાં આરોગ્ય સ્ટાફ તેમજ પોલીસ તંત્ર તથા શૈક્ષણિક સ્ટફ, સફાઇ કર્મચારીઓ, મહેસુલી કર્મચારીઓ સહિત હજારો કોરોના વોરીયર્સ રાત દિવસ ખડેપગેઆ મહામારી સામે લડી રહ્યા છે. છતાં પણ કોરોના સંકમણસતત વધી રહ્યું છે.

ગુજરાતમાં ત્રણલોકડાઉન પૂર્ણકર્યાપછીપણ સંક્રમિતકેસોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.છેલ્લા એક માસમાં કોરોના વોરિયર્સ તરીકે કામકરતા અસંખ્ય સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવા સમયમાં બે માસ પછી એટલે કે નવેમ્બર-ડીસેમ્બર-૨૦૨૦માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત,મહાનગરપાલિકાઓ, નગરપાલીકાઓ સહિતની ચૂંટણી યોજવી એ મોટો પડકાર બની રહે તેમ છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ રોકવામાં મહદંશે  સફળ થઈ રહ્યા છીએ ત્યારે આવી ચૂંટણીઓ યોજવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટાપાયે સંક્રમણ વધવાની શક્યતાઓ છે.

ચૂંટણી કામગીરી માટે જિલ્લા તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ મોટા પ્રમાણમાં અધિકારીઓ

કર્મચારીઓની નિમણૂક કરવાની થાય છે. જેમાં પંચાયત તલાટી કમ મંત્રી. પોલીસ, શૈક્ષણિક સ્ટાફ,આરોગ્ય કર્મચારીઓ તથા અન્ય બધા જ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત તમામ કેડરના અધિકારીઓ કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી કરવાની થાય છે. જેની સીધી અસર કોરોના નિયત્રણ કામગીરી પર થઈ શકે તેમ છે. તાજેતરમાં કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા અસંખ્ય સરકારી કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલો છે અને ઘણા કર્મચારીઓએ જીવ પણ ગુમાવ્યા છે. દેશના અમુક રાજ્યોમાં પણ આવી ચૂંટણીઓ થોડા સમય માટે મોકૂફ રાખવાની ચર્ચાઓ છે. જેથી ગુજરાત રાજ્યમાં પણ આગામી નવેમ્બર-ડીસેમ્બર-ર૦૨૦માં યોજાનારી ચૂંટણીઓમાં લોકડાઉનનાંનિયમોના પાલન ના ભાગરૂપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાર પાંચ માસ મોડી યોજાય તો કોરોના મહ્મમારી સામેની ઝુંબેશમાં આપણે સફળ થઈ શકીએ.જે રાજ્યની જનતા ની સલામતી અને જીવન માટે મહત્વનું છે.

જેથી હાલમાં રાજ્યના મોટાભાગના કર્મચારીઓ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ની કામગીરીમાં રોકાયેલા હોય આગામી નવેમ્બર-ડીસેમ્બર-૨૦૨૦માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માર્ચ- એપ્રીલ-૨૦૨૧ સુધી રાજ્યની જનતાનાં હિતમાં મુલતવી રાખવામાં આવે એવી અમારી માંગણી છે.આ બાબત હાલ સંજોગોને ધ્યાનમાં રાખી અમારી રજૂઆત ધ્યાને લઇ યોગ્ય નિર્ણય કરવામાં આવી એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે.

(10:26 pm IST)