Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

પારડી પાસે બગવાડા ટોલનાકા ખાતે વડોદરા જતી ટ્રકમાંથી 8.58 લાખનો પ્રોહિ મુદ્દામાલ પકડતી સુરત રેન્જ ઓપરેશન ગ્રુપની ટીમ

તહેવારોની મૌસમમાં બુટલેગરો લાભ લેતા હોઇ છે પણ સુરત રેન્જ આઈજી ડો રાજકુમાર પાંડિયનની નજરથી બુટલેગરો પરાસ્ત

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણથી આવતા દારૂની હેરાફેરીને અટકાવવા માટે સુરત આરઆર સેલની ટીમે વલસાડ હાઇવે પર હાથ ધરેલા પેટ્રોલિંગમાં રૂ. 8.58 લાખનો દારૂનો જથ્થો ભરી વડોદરા જતી એક ટ્રકને પકડી પાડી હતી. આ ટ્રક સાથે તેમણે ચાલકને પકડી પાડ્યો હતો.  

   પોલીસ મહાનિરીક્ષક ડો.રાજકુમાર પાંડિયન ના માર્ગદર્શન તથા પો.સ.ઇ જી.આર.જાડેજા ના સૂચના હેઠળ સુરત રેન્જ વિસ્તારમાં પ્રોહિબિસન તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સારુ અ.હે.કો. ક્રિપાલસિંહ રામદેવસિંહ,  પો.કો. ઓમપ્રકાશ રણબહાદુર, પો.કો. નવીન સુભાષચંદ્ર, પો.કો. આશિષ માયાભાઈ નાઓ સાથે વલસાડ જિલ્લા માં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પારડી ખાતે આવતા અ.પો.કો. નવીન સુભાષચંદ્ર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દમણ ખાતેથી GJ 15 YY 7533 ની ટ્રકમાં દારુનો જથ્થો ભરી વડોદરા લઇ જનાર છે. આ બાતમીના આધારે બગવાડા ટોલનાકા ખાતે વોચમાં રહી પકડાઈ જતાં તેમાં ભરેલ સફેદ પ્લાસ્ટીક બેગમાં પાઉડરની આડમાં 290 બોક્સમા ભારતીય બનાવટનો દારૂની નાની મોટી બાટલીઓ નંગ 12300  જેની કિં.રૂ.8,58,000 એક મોબાઇલ રૂ.500, રોકડા રૂપિયા 4,500/- તથા ટ્રકની કિં.રૂ.10,00,000મળી કુલ કિંમત રૂપિયા 18,63,000/- મુદ્દામાલ સાથે ઝડપી પાડી પકડાયેલ તથા માલ ભરાવનાર વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ  પો.કો. આશિષ માયાભાઈ નાઓએ પારડી પારડી પોલીસ સ્ટેશનને  ફરિયાદ આપી છે

(5:00 pm IST)